Congress CWC: કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ કરાતાં શશિ થરૂર થયા ખુશ, કહ્યું...
રવિવારે કોંગ્રેસે પોતાની વર્કિંગ કમિટીની પૂનઃ રચના કરી છે. દેશમાં થનાર આગામી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પાર્ટીએ કેટલાય બદલાવ કર્યા છે. આ 39 સભ્યોની પેનલમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડનાર સાંસદ શશિ થરૂરને પણ જગ્યા આપવામમાં આવી છે. જેના માટે તેમણે પાર્ટી હાઈકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો છે.

શશિ થરૂરે ટ્વીટ કરી કહ્યું, "કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી કોંગ્રેસ વર્કિંગ કમિટી માટે પસંદગી પામવા પર સમ્માનિત મહેસૂસ કરી રહ્યો છું. સીડબલ્યૂસી તરફથી પાર્ટીને યોગ્ય રસ્તો દેખાડવાની 138 વર્ષથી ચાલી રહેલી ઐતિહાસિક ભૂમિકાને સમજતાં, હું તેનો ભાગ બનવા પર વિનમ્રતાપૂર્વક આભારી છું અને આ અવસર પર પાર્ટીની સેવા કરવા માટે મારા સાથીઓ સાથે તૈયાર છું."
શશિ થરૂરે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો
કોંગ્રેસ કાર્યકર્તાઓના વખાણ કરતાં તેમણે કહ્યું, "હું પાર્ટીની જીવન-ધારા, તેના લાખો સમર્પિત કાર્યકર્તાઓને પ્રણામ કરું છું, તેમના વિના અમારામાંથી કોઈપણ કંઈ હાંસલ ના કરી શકત. એ અસંખ્ય હિન્દુસ્તાની જે અમારી પાસેથી એક સમાવેશી અને બધાને જોડનાર ભારત ઈચ્છે છે, અમારે તેમને અમારું સર્વશ્રેષ્ઠ આપવું પડશે."
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પદભાર સંભાળ્યાના 10 મહિના બાદ રવિવારે કાર્ય સમિતિની પૂનઃરચના કરી. જેમાં તેમની સાથે પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિત કેટલાય વરિષ્ઠ નેતા સામેલ છે.
મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણી લડી હતી
સીડબલ્યૂસીમાં શશિ થરૂર અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને સામેલ કરવામાં આવ્યા છે. શશિ થરૂરે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને પડકાર ફેંક્યો હતો. જો કે, શશિ ચૂંટણી હારી ગયા હતા.
શશિ થરૂર તિરુવનંતપુરમથી ત્રણ વખત લોકસભા સાંસદ છે. તેમણે ડૉ મનમોહન સિંહના નેતૃત્વ વાળી યૂપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રીના રૂપમાં કાર્ય કર્યું. કોંગ્રેસ કાર્ય સમિતિમાં 39 સભ્યો, 32 સ્થાયી આમંત્રિત સભ્ય અને 13 વિશેષ આમંત્રિત સભ્ય સામેલ કરાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
