ચૂંટણી માટે દારૂની દુકાનોમાંથી કોંગ્રેસે કરોડો રૂપિયા વસૂલ્યાઃ નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય, જોરશોરથી પ્રસાર-પ્રચાર શરૂ થઇ ગયો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રના મેદાનમાં ઉતરી ચૂક્યા છે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાલે મહારાષ્ટ્રમાં કેટલીક સભાઓ ગજવી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં ગતરોજ એક જનસભા સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ પર તીખો હુમલો બોલ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન દારૂની દુકાનોના માલિકો પાસેથી 700 કરોડ વસૂલ્યા હોવાનો આરોપ લગાવ્યો. મોદીએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે પણ સરકારમાં આવે છે તો રાજ્ય સરકાર શાહી પરિવાર માટે એટીએમ બની જાય છે. આજકાલ હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક કોંગ્રેસના શાહી પરિવારના એટીએમ બની ચૂક્યાં છે.
કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આરોપ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજકાલ લોકો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીના નામે કર્ણાટકમાં વસૂલી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે કર્ણાટક અને તેલંગાણામાં બેગણી વસૂલી ચાલી રહી છે. સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કર્ણાટકમાં તો દારૂની દુકાનોના માલિકો પાસેથી 700 કરોડ વસૂલ્યા હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે.
કર્યાં અનેક કૌભાંડો
કોંગ્રેસની આગેવાની વાળી મહાવિકાસ અઘાડી પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, આખો દેશ જાણે છે કે મહાવિકાસ અઘાડી ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ જાણતું નથી. આ લોકોએ કેટલાય કરોડોનું કૌભાંડ કર્યું, ફિરોતી વસૂલી, લોકો પાસેથી ટોકન મની વસૂલી.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ સંકટ અને સિંચાઈ કૌભાંડનો હવાલો આપતાં ખેડૂતોની પરેશાનીઓનું મૂળ કોંગ્રેસ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડવણીસ દ્વારા શરૂ કરવામાં આવેલ સિંચાઈ પરિયોજનાઓને મહાવિકાસ અઘાડીએ રોકી દીધી હતી, પરંતુ મહાયુતિ સરકાર અંતર્ગત તેમને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
રજૂ કરી આ યોજનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાન ગંગા, નલ ગંગા અને પાન ગંગા નદીઓને જોડવાની યોજનાને મંજૂરીની ઘોષણા કરી છે, આ પરિયોજનાઓ લગભગ 90 હજાર કરોડ રૂપિયાની લાગત વાળી છે જેનો ઉદ્દેશ્ય અમરાવતી અને નાગપુર સહિત કેટલાય વિસ્તારોમાં પાણીની કમી દૂર કરવાનો છે.
ઉપરાંત નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ મહિનામાં શરૂ કરાયેલ લાખો કરોડો રૂપિયાની પરિયોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે જણાવ્યું કે દેશનો સૌથી મોટો પોર્ટ મહારાષ્ટ્રમાં બનશે, આ પોર્ટ બનાવવા પાછળ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
