'ચીનની નિંદા તો છોડો, પીએમ વાત કરતા પણ ડરે છે': કોંગ્રેસ
કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં ચીન વિશે વાત કરવાથી પણ ડરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સંકટમાં આજે(મંગળવારે) છઠ્ઠીવાર દેશને સંબોધિત કર્યા. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારનુ એલાન કર્યુ અને ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ આપવાની ઘોષણા કરી. પીએમ મોદીના સંબોધન પહેલા આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ચી સાથે ચાલી રહેલ તણાવ પર અમુક મોટી વાત બોલી શકે છે પરંતુ આવુ થયુ નથી. ચીન પર ન બોલવા માટે હવે વિપક્ષે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યુ, પ્રધાનમંત્રી પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં ચીન વિશે વાત કરવાથી પણ ડરે છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે 59 ચીની એપ્સને બેન કર્યા બાદ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પીએમ મોદીનુ આ સંબોધન ચીન અને કોરોના વાયરસ માટે મહત્વપૂર્ણ થઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને લોકોને પીએમ મોદીના સંબોધનમાં ધ્યાનથી સાંભળવાની અપીલ કરી હતી. જો કે લોકો જેવુ વિચારી રહ્યા હતા કે આવુ કંઈ ન થયુ અને પીએમ મોદીએ પોતાના સંબોધનમાં માત્ર કોરોના વાયરસથી સાવચેતી, બચાવ, ઉપાય અને ગરીબોને મળતી રાહત વિશે વાત કરી.
આજના પીએમ મોદીના સંબોધન પહેલાની સરખામણીમાં ઘણુ નાનુ રહ્યુ. પ્રધાનમંત્રીએ લગભગ 16 મિનિટ દેશ સાથે વાત કરી. આ દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ચીન મુદ્દે હુમલો કર્યો છે. કોંગ્રેસે ગલવાન ઘાટીથી સેટેલાઈટ ફોટા શેર કરીને પીએમ મોદી પર હુમલો કરીને લખ્યુ, 'ચીનની નિંદા કરવાનુ ભૂલી જાવ, પીએમ પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં આ વિશે વાત કરતા પણ ડરે છે.' તમને જણાવી દઈએ કે ચીન સાથે સીમા વિવાદ વિશે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતા મોદી સરકાર પર હુમલાવર વલણ અપનાવેલુ છે. પીએમ મોદીના સંબોધનથી બરાબર પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'આપણે જાણીએ છીએ કે ચીન દેશમાં ચાર જગ્યાએ અંદર બેઠા છે. તમે જણાવો ચીનની સેના ક્યારે અને કેવી રીતે કાઢશો.'
Forget condemning China, the PM is too afraid to even talk about it in his national address. #StopBhaashanTakeAction pic.twitter.com/2uxbczGirr
— Congress (@INCIndia) June 30, 2020
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
