સોનિયાને બિમાર કહેવાની સજા : બે કોંગી નેતાઓ સસ્પેન્ડ
લખનૌ, 17 ઓક્ટોબર : ઉતર પ્રદેશના અલાહાબાદમાં કોંગ્રેસ અધ્યક્ષાને બિમાર ગણાવીને રાહુલ ગાંધી પરનો વધી ગયેલો બોજ હળવો કરવા માટે પ્રિયંકાએ રાજકારણમાં ઉતરવું જોઇએ તેવા હોર્ડિંગ લાગાવનારા કોંગ્રેસી નેતાઓને શાબાશીને બદલે સજા મળી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ બાબતના હોર્ડિંગ લગાવનારા બે નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
મંગળવારે કોંગ્રેસના નેતાઓ દ્વારા 'મૈયા બીમાર, ભૈયા પર ભાર અબ પ્રિયંકા બનો ઉમેદવાર' એવું લખાણ ધરાવતાં પોસ્ટરો લગાવડાવ્યા હતા. આ પોસ્ટર્સના લખાણે ભારે ચર્ચા જગાવી હતી. જો કે આ પ્રકારના પ્રચારને પાર્ટી માટે નકારાત્મક ગણવામાં આવ્યું હતું. જેના પગલે પોસ્ટર્સ લગાવનારા બે કોંગ્રેસી નેતાઓને ગઇ કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને તેમને આમ કરવા માટે કારણ બતાઓ નોટિસ પણ આપવામાં આવી હતી.

બીજી તરફ આ પોસ્ટરો ગઇ કાલે ઉતારી લેવામાં આવ્યાં હતાં. અલાહાબાદ જિલ્લા યુનિટના બે નેતા સેક્રેટરી હસીબ અહમદ અને શ્રીશચંદ્ર દુબે સામે પ્રદેશ કોંગ્રેસ પ્રેસિડન્ટ નિર્મલ ખત્રીએ આ પગલાં લીધાં હતાં. આ પોસ્ટરોમાં અલાહાબાદ નજીક આવેલા ફૂલપુરમાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં ઉતારવાની માગણી થઇ હતી.
આ પોસ્ટરોમાં એમ જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી પર ખૂબ જ ભાર છે અને સોનિયા ગાંધી બીમાર હોવાથી પ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં ઉતરવું જોઇએ. અગાઉ પણ આવાં પોસ્ટરો લાગ્યાં હતાં, પણ આ વખતે સોનિયા ગાંધીને બીમાર બતાવવામાં આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
