કપિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાઈ, દિવાળી પર કર્યુ હતુ વિવાદિત ટ્વિટ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા કપિલ મિશ્રા સામે એક દિવાળી ટ્વીટના કારણે ફરિયાદ નોંધવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા કપિલ મિશ્રા સામે એક દિવાળી ટ્વીટના કારણે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે જનસંખ્યા નિયંત્રણ, દિવાળી અને ફટાકડાને જોડીને એક વિવાદિત ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વિટમાં તેમણે લખ્યુ હતુ, 'પોલ્યુશન ઓછુ કરવુ હોય તો આ વાળા ફટાકડા ઓછા કરો, દિવાળીના ફટાકડા નહિ.'

કપિલ મિશ્રાએ લઘુમતીઓને ફટાકડા સાથે જોડ્યા
આ ટ્વિટ સાથે તેમણે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેમાં બસ સ્ટેન્ડ પર લઘુમતીઓનુ એક સમૂહ દેખાઈ રહ્યુ છે. આ ટ્વિટમાં કપિલ મિશ્રાએ લઘુમતીઓને ફટાકડા સાથે જોડ્યા છે. આની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. જો કે તેમના ઘણા પ્રશંસક એવા પણ છે જે તેમનુ સમર્થન કરી રહ્યા છે. સાથે જ અમુક લોકો તેમના ટ્વિટની પ્રશંસા કરીને એમ પણ કહી રહ્યા છે કે દેશમાં જનસંખ્યા નિયંત્રણ ઘણુ જરૂરી છે.

મિશ્રાએ પ્રતિબંધની ટીકા કરી
મિશ્રાએ ઈશારામાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ફટાકડા પર લગાવાયેલા પ્રતિબધની ટીકા કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં ફટાકડા પર પ્રતિબંધ હતો. પરંતુ તેમછતાં લોકોએ જોરદાર આતશબાજી કરી. જેનાથી હવાની ગુણવત્તા પર ઘણી ગંભીર અસર પડી છે. જ્યારે કપિલ મિશ્રા ફટાકડાના પ્રતિબંધના વિરોધમાં રહ્યા છે અને ઘણી વાર ટ્વિટ કરે આના પર નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

સંજય સિંહે જવાબ આપ્યો
હાલમાં જ ભાજપમાં શામેલ થયેલા આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય નેતા કપિલ મિશ્રાએ આ વિવાદિત ટ્વિટ પર દિલ્લી સરકાર પર પણ જોરદાર હુમલો કર્યો છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કપિલ મિશ્રાના ટ્વિટનો જવાબ આપીને કહ્યુ, ભાજપાઈઓએ પ્રદૂષણ વધારવાની બહુ કોશિશ કરી પરંતુ દિલ્લીની જનતાએ અરવિંદ કેજરીવાલ સાથે મળીને પ્રદૂષણ મુક્ત દિવાળીનુ સપનુ પૂરુ કર્યુ, 2016ના મુકાબલે દિવાળી પર લગભગ એક ચતુર્થાંશ રહ્યુ દિલ્લીનુ પ્રદૂષણ... અભિનંદન દિલ્લી.

અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓની કરી પ્રશંસા
વળી, દિલ્લીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે પણ ઓછા ફટાકડા ફોડવા પર દિલ્લીવાસીઓની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, દિલ્લીએ ફરીથી કરી બતાવ્યુ, હું માનુ છુ કે પ્રદૂષણ હજુ પણ વધુ છે, આને હજુ ઘણુ ઓછુ કરવાનુ છે. પરંતુ દિલ્લીવાળાઓએ છેલ્લા ઘણા વર્ષોના પ્રયત્નોથી તે ઘટ્યુ છે. મને મારા દિલ્લીના પરિવાર પર ગર્વ છે. પરિવારના બધા લોકો જો નક્કી કરી લે તો અસંભવને પણ સંભવ કરી શકાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
