વન નેશન, વન ઈલેક્શન માટે કમિટી બનાવાઈ, જાણો સમિતીમાં કોના નામ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હાલમાં જ વિપક્ષોને જાણ કર્યા વગર સંસદના વિશેષ સત્રની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ અટકળો શરૂ થઈ છે કે નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં વન નેશન વન ઈલેક્શન બીલ લાવવા જઈ રહી છે. હવે આનાથી આગળ કમિટી બનાવાઈ છે.
કેન્દ્ર સરકારે શનિવારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તપાસ માટે મુદ્દેની તપાસ કરવા અને દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણો માટે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરાઈ છે.

આ કમિટીમાં રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ, સી. કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારીનો સમાવેશ કરાયો છે.
આ સિવાય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ આ હાઈ લેવલ કમિટીમાં વિશેષ આમંત્રિત તરીકે હાજરી આપશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ સમિતિની રચના કરવામાં આવી છે.
સંસદીય મત્રી પ્રહલાદ જોશીએ સમિતિની રચના વિશે માહિતી આપતા જણાવ્યુ કે, હાલમાં જ એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટિનો રિપોર્ટ આવશે તેના પર ચર્ચા કરવામાં આવશે. સંસદ પરિપક્વ છે અને ચર્ચા થશે, ગભરાવાની જરૂર નથી. ભારતને લોકશાહીની માતા કહેવામાં આવે છે. ત્યાં હંમેશા વિકાસ થતો રહે છે. હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
