Madhya Pradesh Assembly Election 2023: 7 ઓક્ટોબરે લાગુ થઇ શકે છે આચાર સંહિતા, જાણો મહત્વની તારીખો
Madhya Pradesh Assembly Election 2023: મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચૂંટણીની જાહેરાત કરીને આદર્શ આચાર સંહિતા લાગુ કરી શકે છે. આ સાથે રાજકીય પાર્ટી અને ઉમેદવારોનો ખર્ચ પણ શરૂ થશે.
આદર્શ આચારસંહિતા લાગુ થતાની સાથે જ રાજ્યની કમાન મુખ્ય ચૂંટણી અધિકારીના હાથમાં આવી જશે. તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે, અને જિલ્લામાં ચૂંટણી યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શુક્રવાર, 6 ઓક્ટોબરના રોજ પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12.30 કલાકે બેઠક બોલાવી છે.
મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. આદર્શ આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ કોઈપણ સરકારી મિલકતો પરના વોલ રાઈટિંગ, હોર્ડિંગ્સ, બેનરો, પોસ્ટરો, પેઈન્ટિંગ્સ દૂર કરવાની કાર્યવાહી 24 કલાકની અંદર, જાહેર સ્થળો પર 48 કલાકમાં અને ખાનગી મિલકતો પરથી 72 કલાકમાં કરવાની રહેશે.
આ સાથે કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા અંગેની માહિતી આયોગને દરરોજ આપવાની રહેશે. મતદાર આઈડી કાર્ડ વિતરણની કામગીરીની દર અઠવાડિયે સમીક્ષા કરવાની રહેશે. જિલ્લાઓમાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC)ની રચના કરવાની રહેશે.
મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ ઉપયોગમાં લેવાતા તમામ EVM-VVPAT આચારસંહિતા લાગુ થતાં જ સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવાના રહેશે.
રાજ્ય ચૂંટણી પંચે મતદારોની અંતિમ યાદી જાહેર કરી છે. આ હિસાબે મધ્યપ્રદેશમાં મતદારોની સંખ્યા 5 કરોડ 60 લાખ 60 હજાર 925 છે. જેમાં પુરુષ મતદારો 2 કરોડ 88 લાખ 25 હજાર 607 છે. જ્યારે મહિલા મતદારો 2 કરોડ 72 લાખ 33 હજાર 945 છે. જ્યારે ત્રીજા લિંગની સંખ્યા 1373 છે. જ્યારે પોસ્ટલ બેલેટ દ્વારા 75 હજાર 304 વોટ નાખવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
