જનતાની સમસ્યાના સમાધાનમાં અધિકારીઓ ઢીલાપણું ના વરતે, સીએમના સખ્ત આદેશ
જનતાની સમસ્યા ના ઉકેલતા ઑફિસર્સ પર સીએમ યોગીએ પ્રકોપ વરતાવવાની વાત કહી છે, તેમણે કહ્યુ્ં કે આવા અધિકારીઓને બક્ષવામાં નહીં આવે. શુક્રવારે જનતા દર્શન કાર્યક્રમમાં 170 લોકોએ યોગી આદિત્યનાથ સાથે મળી તેમની સમસ્યાઓ જણાવી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીએ એક-એક કરી તમામને મળ્યા હતા અને સમસ્યાઓ સાંભળી તથા અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે નિર્દેશ પણ આપ્યા. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓથી આવતા ફરિયાદીઓની સમસ્યા સાંભળ્યા બાદ ડીજીપી અને પ્રમુખ સચિવ ગૃહને જે જિલ્લાના લોકો સતત સમસ્યાઓ લઈને આવી રહ્યા હોય તેવા જિલ્લાની યાદી બનાવવા કહ્યું છે.
તેમણે પોલીસ સ્ટેશન વિસ્તાર, બ્લૉક અને તાલુકા સ્તરે સમસ્યાના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને જવાબદારી સોંપતા લાપરવાહ અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાના પણ ઉપરીઅધિકારીઓને નિર્દેશ આપ્યા છે. જનતા દર્શન દરમિયાન સીએમ યોગીએ ફરિયાદીઓને આશ્વસ્ત કર્યા કે કોઈએ પણ ચિંતિત થવાની જરૂરત નથી.
તેમની દરેક સમસ્યાનું સમાધાન નિષ્પક્ષ અને પારદર્શી રીતે જલદીમાં જલદી કરાશે. મુખ્યમંત્રીએ તમામ પ્રાર્થના પત્રોને વિષયાનુસાર પ્રશાસન અને પોલીસના ઑફિસર્સને હસ્તગત કરવા નિર્દેશ આપ્યા. સીએમએ અધિકારીઓને કહ્યું કે દરેક પરેશાન વ્યક્તિ સાથે પૂરી રીતે સંવેદનશીલ વલણ અપનાવવામાં આવશે અને જલદીમાં જલદી સમસ્યાઓનું સમાધાન કરી સંતુષ્ટ કરવામાં આવે.
જેમાં કોઈપણ પ્રકારનું ઢીલાપણું સહન નહીં કરાય. જનતા દર્શનમાં મોટાભાગના લોકો ગંભીર બીમારીઓના ઈલાજમાં આર્થિક સહાયતાની પુકાર લઈને આવ્યા હતા. તેમણે ઉપસ્થિત અધિકારીઓને આવા નાગરિકોના ઈલાજ સંબંધી ટ્રીટમેન્ટની પ્રક્રિયાની જવાબદારી સંભાળવા આદેશ આપ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
