UP: સીએમ યોગીએ લોકોની ફરિયાદો પર ત્વરિત સમાધાન સુનિશ્ચિત કરવાના આપ્યા કડક નિર્દેશ

UP News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અધિકારીઓને જનતા દરબારમાં લોકોએ કરેલી ફરિયાદોના ત્વરિત, ગુણવત્તાપૂર્ણ અને સંતોષજનક સમાધાન સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપીને કહ્યુ કે લોકોને એવો અનુભવ થવો જોઈએ કે સરકાર તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે.

ગોરખનાથ મંદિર સ્થિત દિગ્વિજયનાથ સ્મૃતિ ભવન સામે આયોજિત જનતા દર્શન દરમિયાન લગભગ 400 લોકોની ફરિયાદ સાંભળ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને આ નિર્દેશ આપ્યા.

Yogi Adityanath

સીએમ યોગીએ લોકોને કહ્યુ કે, ગભરાવ નહિ કારણકે સરકાર તેમની છે અને તેમના માટે જ છે. દરેક સુખ-દુઃખમાં તેમની સાથે ખડે પગે રહેવા અને તેમના બધા મુદ્દાઓને ઉકેલવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને લોકોની ફરિયાદો પર ધ્યાન આપવા અને સમયબદ્ધ, નિષ્પક્ષ અને સંતોષજનક નિવારણ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા.

પરિવારો વચ્ચે સંપત્તિ વિવાદના મામલામાં સીએમે કહ્યુ કે પરિવારના બંને પક્ષોને એક બેસાડીને કાયદા મુજબ વિવાદનો ઉકેલ લાવવામાં આવે. આ ઉપરાંત સીએમ યોગીએ જમીન પર બળજબરી કબ્જો કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા.

ઈલાજ માટે આર્થિક મદદની વિનંતી પર સીએમ યોગીએ આશ્વાસન આપ્યુ કે પૈસાના અભાવે કોઈને ઈલાજ નહિ અટકે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ઈલાજમાં થનાર ખર્ચની આકારણી કરી રાજ્ય સરકારને વહેલી તકે ઉપલબ્ધ કરાવો જેથી સરકાર શક્ય તેટલી વહેલી તકે રકમ જાહેર કરી શકે.

નોંધનીય છે કે સીએમ યોગી ત્રણ દિવસના ગોરખપુર પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી જનતા દર્શન કરવા પહોંચ્યા, જ્યાં તેમણે લગભગ 400 લોકોની ફરિયાદો સાંભળી. લોકોની ફરિયાદો પર સીએમે કડક નિર્દેશો આપ્યા. તેમણે કહ્યુ કે લોકોના બધા મુદ્દાઓને ઉકેલવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X