ઝાંસી દુર્ઘટનાને લઈ સીએમ યોગીએ 12 કલાકમાં માંગ્યો તપાસ રિપોર્ટ, 5 લાખ વળતરનું એલાન
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 10 નવજાત બાળકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાને પગલે અન્ય 16 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 35 બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આર્થિક મદદની ઘોષણા કરી છે.

આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ તેમણે કહ્યું મૃતક નવજાત બાળકના પરિજનોને 5 લાખ અને ઈજાગ્રસ્તોના પરિજનોને 50 હજારની તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ યોગી આદિત્યનાથે ઝાંસીના મંડલાયુક્ત અને ડીઆઈજીને 12 કલાકમાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
ઝાંસી દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જનપદ ઝાંસી સ્થિત મેડિકલ કોલેજના NICUમાં બનેલી એક દુર્ઘટનામાં થયેલ બાળકોના મૃત્યુ દુઃખદ અને આઘાતજનક છે. જિલ્લા પ્રશાસન અને સંબંધિત અધિકારીઓને યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્યોને સંચાલિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલ બાળકો તરત સાજા થઇ જાય.
આગની સૂચના મળતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવને રાતે જ ઘટનાસ્થળે મોકલી દીધા હતા. રાતભર ખુદ યોગી આદિત્યનાથ હાલાતની અપડેટ લેતા રહ્યા અને ઘટનાક્રમ પર જીણવટથી નજર રાખી અને પ્રભાવિત પરિવારોને સંભવ દરેક સહાયતા મળે તે સુનિશ્ચિત કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
