'હું માફી માંગુ છુ, મારા શબ્દો પાછા ખેંચુ છુ', સેક્સ એજ્યુકેશન પર આપેલા નિવેદન પર CM નીતિશ કુમારે માંગી માફી
Nitish Kumar Apologises: બિહાર વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન વિશે પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય હંગામા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે માફી માંગી છે. નીતિશ કુમારે કહ્યું કે તેઓ તેમના શબ્દો પાછા લે છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે નીતિશ કુમારે બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણને લઈને સેક્સ એજ્યુકેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેના કારણે વિપક્ષોએ તેમને ઘેર્યા હતા. વિરોધ બાદ નીતીશ કુમારે બુધવારે પોતાના શબ્દો પાછા ખેંચી લીધા હતા.

નીતિશ કુમારે પહેલા મીડિયા સામે અને પછી વિધાનસભાની અંદર પોતાના નિવેદન માટે માફી માંગી. નીતિશ કુમારે કહ્યું, 'જો મારી કોઈ વાતને લઈને આટલી ટીકા થઈ રહી છે, તો હું મારું નિવેદન પાછું ખેંચું છું. હું મારા નિવેદન માટે માફી માંગુ છું. જો મારું નિવેદન એટલું ખોટું હતું તો હું પોતે તેની નિંદા કરું છું.
મીડિયા સામે માંગી માફી, જુઓ વીડિયો
#WATCH | Bihar CM Nitish Kumar says, "I apologise & I take back my words..." pic.twitter.com/wRIB1KAI8O
— ANI (@ANI) November 8, 2023
આ પછી બિહાર વિધાનસભાની અંદર પણ નીતિશ કુમારે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે નીતિશ કુમારે કહ્યું, 'મેં મીડિયાની સામે મારા નિવેદનની સ્પષ્ટતા કરી છે. ગઈકાલે જ્યારે મેં તે નિવેદન આપ્યું ત્યારે તમે બધા અહીં હાજર હતા અને સંમત થયા હતા. પરંતુ, આ પછી તમને લોકોને ઉપરથી આદેશ આવ્યો હશે કે નીતિશ કુમારની નિંદા કરો, તો જો મારી કોઈ પણ વાત સામે વાંધો હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. અને, જો કોઈ મારી ટીકા કરે છે, તો હું તેને પણ અભિનંદન આપું છું.
વિધાનસભામાં પણ માંગી માફી, જુઓ વીડિયો
#WATCH | "I take my words back, " says Bihar CM Nitish Kumar as opposition leaders protest inside Bihar Assembly pic.twitter.com/VbgolqAhYr
— ANI (@ANI) November 8, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
