...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા!
...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી!
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા પહેલા જ મિઝોરમના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ લાલથનહવલા પાર્ટીના કેટલાક અન્ય ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થવા માગતા હતા? રાજ્યમાં 28મી નવેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી માટે જોરી પકડી રહેલ પ્રચાર અભિયાનની વચ્ચે ભાજપના અધ્યક્ષ જે.વી.લૂનાએ તાજેતરમાં જ આવો દાવો કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસે તેમના આ દાવાને મજાક ગણાવી.

ભાજપનો દાવો
ભાજપના અધ્યક્ષ લૂનાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ત્યાં સુધી દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીના પરિણામ નિકળ્યા બાદ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે. એમણે કહ્યું કે ચૂંટણી પહેલા લાલથનહવલાએ અરૂણાચલ પ્રદેશની જેમ અહીં પણ પ્રદેશ કોંગ્રેસના વિલય માટે ભાજપના મોવડી મંડળનો સંપર્ક કર્યો હતો. લાલથનહવલા પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.

ભાજપમાં જોડાવવા માગે છે લાલથનહવલા!
બીજી બાજુ પ્રમુખ વિપક્ષી દળ મિઝો નેશનલ ફ્રન્ટના એક વરિષ્ઠ નેતાએ પણ આવો જ દાવો કર્યો છે. એમનું કહેવું છે કે ભાજપ મોવડી મંડળે કોંગ્રેસના નેતાઓની માગણી ફગાવી દીધી છે. આ કારણે જ ડીલ થઈ શકી નહિ. એમએનએફ નેતાનું કહેવું છે કે લલથનહવલા પોતાની દીકરીને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા અને તેઓ ખુદ પોતાના માટે રાજ્યપાલનું પદ માગી રહ્યા હતા.

કોંગ્રેસે શું કહ્યું?
જણાવી દઈએ કે રાજ્યના નાણામંત્રી લાલસાવતાએ આ તમામ દાવાઓને ખોટા કરાર આપતાં તેને માત્ર એક મજાક ગણઆવી. અન્ય એક સવાલ પર એમણે કહ્યું કે પાર્ટીનો કોઈપણ ધારાસભ્ય ભાજપમાં સામેલ નહિ થાય. જો કે બધા જાણે જ છે કે ચૂંટણી કોઈપણ જીતે છેલ્લે હોર્સ ટ્રેડિંગમાં ભાજપના માસ્ટરમાઈન્ડ જેવું કોઈ જ કારગાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
