ખટ્ટર કાલે બપોરે 2.15 વાગ્યે સીએમ પદના શપથ લેશે, દુષ્યંત બનશે ડેપ્યૂટી સીએમ
ખટ્ટર કાલે બપોરે 2.15 વાગ્યે સીએમ પદના શપથ લેશે, દુષ્યંત બનશે ડેપ્યૂટી સીએમ
નવી દિલ્હીઃ હરિયાણામાં કાલે બપોરે બે વાગીને 15 મિનિટ પર મનોહર લાલ ખટ્ટર કાલે મખ્યમંત્રી અને દુષ્યંત ચૌટાલા ડેપ્યૂટી સીએમ પદના શપથ લેશે. મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાએ શનિવારે રાજ્યપાલ સત્યપાલ નારાયણ આર્યને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જે સ્વીકારતાં રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. ખટ્ટરે રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે કાલે બપોરે તેઓ રાજભવનમાં શપથ લેશે. તેમણે સીએમ પદનું રાજીનામું પણ રાજ્યપાલને સોંપી દીધું છે, જે તેમણે સ્વીકારી લીધું છે.

મનોહર લાલ ખટ્ટરને શનિવારે ભાજપા ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. જે બાદ તેમણે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. રાજ્યપાલે તેમનો દાવો માન્યા બાદ હરિયાણામાં પણ ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જેજેપી નેતા દુષ્યંત ડેપ્યૂટી સીએમ પદના શપથ લેશે. દુષ્યંતે ભાજપના સમર્થનને લઈ પોતાનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે. આ બંને નેતાઓ સિવાય અન્ય કેટલા નેતા શપથ લેશે તે જાણકારી હજુ સામે આવી નથી.
મનોહર લાલ ખટ્ટર સતત બીજીવાર હરિયાણાના સીએમ બનશે. 2014માં ભાજપને પૂર્ણ બહુમત મળ્યા બાદ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2014માં ભાજપે 47 સીટ જીતી હતી. જ્યારે ડેપ્યૂટી સીએમ બનવા જઈ રહેલ દુષ્યંત ચૌટાલા પહેલીવાર ધારાસભ્ય ચૂંટાયા છે. અગાઉ તેઓ 2014માં સાંસદ રહી ચૂક્યા છે.
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. હરિયાણાની 90 સીટમાંથી ભાજપને 40 અને જેજેપીને 10 સીટ મળી છે. બહુમતનો આંકડો રાજ્યમાં 46 સીટનો છે. એવામાં ભારતીય જનતા પાર્ટી જેજેપીના સમર્થનથી સરકાર બનાવી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને 31 સીટ પર જીત મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
