Punjab : CM ભગવંત માને કરી પંજાબ વિજિલન્સ બ્યુરોના 7 ડીએસપી રેન્કના અધિકારીઓની બદલી

Punjab : પંજાબમાં બદલીઓનો સિલસિલો યથાવત છે. આવા સમયે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, પંજાબ વિજિલન્સ બ્યુરોના ડીએસપી કક્ષાના 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Punjab : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની ઉમદા કામગીરીનું ઉદાહરણ બની રહી છે. સરકારે ભ્રષ્ટાચાર પર લગામ કસવા તેમજ જનકલ્યાણને ધ્યાનમાં રાખીને ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેનાથી ગેરકાનુની ગતિવિધીઓમાં પણ ઘટાડો થયો છે. હવે માન સરકારે ફરીથી એક મોટો નિર્ણય લીધો છે.

Bhagwant Mann

પંજાબમાં બદલીઓનો દોર ચાલી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ઘણા મોટા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, પંજાબ વિજિલન્સ બ્યુરોના ડીએસપી કક્ષાના 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પરમિન્દર સિંહ PPS નાયબ કેપ્ટન તકેદારી લુધિયાણાથી વિજીલન્સ બ્યુરો યુનિટ બટાલા, વનોદ કુમાર PPS કો વિજીલન્સ બ્યુરો મોગા થી લુધીતાના, જસ્તીન્દર સિંહ PPS કો જલંધર રેન્જ ટુ યુનિટ મોગા, જસવિન્દરપાલ સિંહ PPS કો યુનિટ કપૂરથલા, પલવિંદર સિંઘ PPS યુનિટ કપુરથલાથી રેંજ અમૃતસર, અછારુ રામ PPS ક્રાઈમ વિજિલન્સ પંજાબથી યુનિટ ફતેહગઢ સાહિબ, બલજિન્દર સિંઘ PPS યુનિટ ફતેહગઢ સાહિબમાંથી ક્રાઈમ વિજીલન્સ બ્યુરો પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબ સરકાર તરફથી 5 નવેમ્બર, 2022ના રોજ આરોગ્ય વિભાગમાં કામ કરી રહેલા મેડિકલ ઓફિસરોને સિનીયર મેડિકલ ઓફિસર તરીકે બઢતી આપી હતી. આ સાથે પહેલાથી SMO તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X