સિક્કિમની લોનાક ઝીલ પર વાદળ ફાટ્યુ, તીસ્તા નદીમાં અચાનક પૂર આવતા સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઑપરેશન ચાલુ
Sikkim Cloudburst: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે સિક્કિમમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બુધવારે, ઉત્તર સિક્કિમમાં લોનાક ઝીલ પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણની તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું, જેમાં 23 સૈન્ય કર્મચારીઓ ગુમ થયાના અહેવાલ છે.
ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે સેનાના જવાનોને શોધવા માટે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે બુધવારે સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.

સંરક્ષણ પીઆરઓ અનુસાર, પૂરના કારણે ઘાટીમાં તૈનાત કેટલાક આર્મી કેમ્પને પણ નુકસાન થયું છે અને ત્યાંથી સંપૂર્ણ વિગતો માંગવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સેનાના 23 જવાનો લાપતા છે. પૂરમાં સેનાના કેટલાક વાહનો પણ વહી જવાના સમાચાર છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ઉપરાંત સૈનિકોને શોધવા માટે સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.
આ ઉપરાંત, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. વાદળ ફાટવાને કારણે સિંગતમ વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ વધુ વણસી છે. મળતી માહિતી મુજબ, સિંગતમ નજીક બરડાંગમાં મોટી સંખ્યામાં સેનાના વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા, જે પૂરમાં ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
આ સિવાય તિસ્તામાં પાણીનું સ્તર વધવાને કારણે નદી પર બનેલો સિંગથમ ફૂટબ્રિજ પણ તૂટી ગયો છે. સિક્કિમથી પશ્ચિમ બંગાળને જોડતા નેશનલ હાઈવે-10ના ઘણા ભાગો પૂરમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. તે જ સમયે, ઘણી જગ્યાએથી રસ્તાઓ અવરોધિત હોવાના અહેવાલો છે.
પરિસ્થિતિને જોતા સિક્કિમ સરકારે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને તિસ્તા નદીના કિનારેથી દૂર રહેવા જણાવ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી પ્રશાસને પણ નદીને અડીને આવેલા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની શરૂઆત કરી દીધી છે.
#WATCH | Sikkim: A flood-like situation arose in Singtam after a cloud burst.
— ANI (@ANI) October 4, 2023
(Video source: Central Water Commission) pic.twitter.com/00xJ0QX3ye
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
