Cloud Burst Dharamshala: ધર્મશાળામાં પુરની સ્થિતી, પાણીમાં વાહનો તણાયા
હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં વાદળ ફાટયા બાદ સોમવારે પુર જેવી પરિસ્થિતિ બની છે. ભારે વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઇ ગયા હતા. રસ્તાઓ પર પાર્ક કરેલા તમામ વાહનો પાણીની હાઈ સ્પીડમાં તણાઇ ગયા હતા. આ ઉપરાંત અનેક રસ્તાઓ અને ઇમારત
હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં વાદળ ફાટયા બાદ સોમવારે પુર જેવી પરિસ્થિતિ બની છે. ભારે વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઇ ગયા હતા. રસ્તાઓ પર પાર્ક કરેલા તમામ વાહનો પાણીની હાઈ સ્પીડમાં તણાઇ ગયા હતા. આ ઉપરાંત અનેક રસ્તાઓ અને ઇમારતોને ભારે નુકસાન થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.

વરસાદના પાણીમાં તણાયા ઘણા વાહનો
ધર્મશાળાના ભાગસુનાગમાં ભારે વરસાદના કારણે ભારે વિનાશ થયો છે. વરસાદને કારણે અનેક વાહનો તણાઇ ગયા હતા. વરસાદને કારણે નદીના નાળા પણ છલકાઇ ગયા હતા. માંઝી ખડ નદી ઉફાન ઉપર છે. આનો એક દિલ દહેલાઇ દે તેવો વીડિયો પણ સામે આવ્યો છે. વાદળ ફાટતા નદી - નાળાઓમાં આવેલા પૂરને કારણે સ્થાનિકો ભયમાં છે. પાણીના ઉગ્ર સ્વરૂપનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિઓમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પાણીનો મજબૂત પ્રવાહ કારને લઈ જઈ રહ્યો છે.

રવિવાર રાતથી ભારે વરસાદ
હિમાચલ પ્રદેશના કેટલાંક જિલ્લામાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએથી નુકસાન થયાના સમાચાર પણ છે. ભાગસુનાગમાં અરાજકતાનું વાતાવરણ છે. અમે તમને જણાવી દઈએ કે, હિમાચલમાં વાદળ ફાટવાના સમાચાર વારંવાર સામે આવે છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશના ચંબામાં વાદળ ફાટ્યું હતું, ત્યારબાદ મુશળધાર વરસાદ પડ્યો હતો અને પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.

6 જીલ્લાઓમાં ઓરેંજ એલર્ટ
હવામાન વિષેશજ્ઞોએ આગાહી કરી છે કે 17 જુલાઇ સુધી વરસાદની સાથે ભારે બરફવર્ષા થશે. આ ઉપરાંત સોમવારે કિન્નૌર અને લાહૌલ સ્પીતી સિવાયના 10 જિલ્લામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. છ જિલ્લા, કાંગરા, બિલાસપુર, સિમલા, સોલન અને સિરમૌરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
#WATCH Flash flood in Bhagsu Nag, Dharamshala due to heavy rainfall. #HimachalPradesh
— ANI (@ANI) July 12, 2021
(Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) pic.twitter.com/SaFjg1MTl4
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
