OBC અનામતનું ચાર કેટેગરીમાં વર્ગીકરણનું કામ પૂર્ણ, આ સમયે જાહેરાત થશે!
અનામત પછી પણ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની પછાત જાતિઓને આગળ વધારવાની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. આ અંતર્ગત ઓબીસી અનામતની ચાર શ્રેણીઓ તૈયાર કરવામાં આવશે.
નવી દિલ્હી : અનામત પછી પણ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની પછાત જાતિઓને આગળ વધારવાની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. આ અંતર્ગત ઓબીસી અનામતની ચાર શ્રેણીઓ તૈયાર કરવામાં આવશે. આમાં ઓબીસીની તમામ પછાત જાતિઓ માટે એક અલગ કેટેગરી હશે. જો કે તેનો અંતિમ રિપોર્ટ ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રોહિણી કમિશને હાલના તબક્કે તેને લગતી કામગીરી પૂર્ણ કરી લીધી છે.

જો કે, 31 જુલાઈ 2021ના રોજ જે રીતે પંચનો કાર્યકાળ 10મી વખત લંબાવવામાં આવ્યો હતો તે સ્પષ્ટપણે સંકેત આપી રહ્યો હતો કે આ રિપોર્ટ માર્ચમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા આવી જશે. જો કે, અત્યાર સુધી આ રિપોર્ટ અંગે કમિશનથી લઈને સરકાર સુધી તમામ મૌન છે. કમિશન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આયોગનું કામ ચોક્કસપણે પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ ઘણો કાર્યકાળ બાકી છે, આ સ્થિતિમાં સરકાર તરફથી સંકેત મળતાં જ રિપોર્ટ સોંપવામાં આવશે.
હાલમાં આયોગે ઓબીસી અનામતના વર્ગીકરણ માટે સંપૂર્ણ તથ્ય અને વૈજ્ઞાનિક આધાર પર આ ફોર્મ્યુલા તૈયાર કરી છે. અગાઉ તેઓએ તમામ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી આને લગતો ડેટા એકત્રિત કર્યો છે. પંચના જણાવ્યા અનુસાર આ ચાર શ્રેણીઓને લઈને બેથી વધુ સૂચનો આપવામાં આવ્યા છે. આમાંથી ક્યો ફોર્મ્યુલા આખરે માન્ય રહેશે તે સરકાર પર નિર્ભર છે. પરંતુ આ ફોર્મ્યુલા ચાર શ્રેણીઓમાં જ વિભાજિત છે. કમિશનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તેમને જે જવાબદારીઓ આપવામાં આવી હતી તે તમામ જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે. આ અંગે મંત્રાલયને પણ જાણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે કમિશને તેના અભ્યાસમાં જાણ્યુ છે કે અત્યાર સુધીમાં લગભગ એક હજાર જાતિઓએ સૌથી વધુ OBCને આપવામાં આવેલા 27 ટકા અનામતનો લાભ લીધો છે. જેમાંથી 50 ટકા જેટલો લાભ 100 જ્ઞાતિઓએ લીધો છે. હાલમાં કેન્દ્રીય યાદીમાં લગભગ 2700 OBC જાતિઓ છે. ઘણા રાજ્યો પહેલાથી જ OBC અનામત વર્ગીકરણ કરી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે આ આયોગ લાંબા સમયથી ઓબીસીને લઈને કામગીરી કરી રહ્યું છે અને લાંબા સમયથી તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હવે જોવાનું એ છે કે રિપોર્ટ કર્યારે આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
