ક્યારેક પીએમ મોદી અને તોગડીયા સ્કુટર પર સાથે ફરતા હતા
વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા વર્ષ 2019 દરમિયાન થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન પહોંચાડવાની પુરી તૈયારીમાં છે.
વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા વર્ષ 2019 દરમિયાન થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન પહોંચાડવાની પુરી તૈયારીમાં છે. પ્રવીણ તોગડીયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મોદી સરકાર નહીં આવે પરંતુ કેન્દ્રમાં હિન્દૂ સરકાર ચોક્કસ બનશે. હવે ભલે પ્રવીણ તોગડીયા પીએમ મોદી સાથે નથી પરંતુ એક સમય એવો પણ હતો જયારે બંને પાક્કા મિત્રો હતા. એક સાથે સ્કૂટર પર ફરતા હતા. પરંતુ સમયની સાથે બંને વચ્ચે અંતર પણ વધતું ગયું.
આ પણ વાંચો: અમેઠી પછી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

તોગડીયા વીએચપી સાથે જોડાયા, મોદીને ભાજપમાં અગત્યની જવાબદારી મળી
એક બાજુ જ્યાં પ્રવીણ તોગડીયા વીએચપી સાથે જોડાયા જયારે બીજી બાજુ નરેન્દ્ર મોદીને ભાજપમાં અગત્યની જવાબદારી મળી. છેલ્લા કેટલાક વર્ષોમાં તોગડીયા વીએચપીથી અલગ થઇ ગયા. ત્યારપછી તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની સ્થાપના કરી. ત્યારપછી તેમને પોતાની રાજનૈતિક પાર્ટી "હિન્દુસ્તાન નિર્માણ દળ" ની સ્થાપના કરીને ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ ચૂંટણી લડવાની ઘોષણા કરી.

જનસભાઓમાં કહ્યું, નરેન્દ્ર મોદી સારા મિત્ર, પરંતુ...
થોડા સમય પહેલા સુધી પ્રવીણ તોગડિયાએ ઘણી જનસભાઓમાં કહ્યું કે પીએમ મોદી તેમના ઘણા સારા મિત્ર છે. શરૂઆતી દિવસોમાં તેઓ અને પીએમ મોદી એક જ સ્કુટર પર બેસીને પાર્ટી માટે કામ કરતા હતા. એટલું જ નહીં પરંતુ તેમને આરએસએસ માટે પણ કામ કર્યું હતું. પરંતુ મોદીના પીએમ બન્યા પછી તેમના સંબંધો ખરાબ થવા લાગ્યા. વીએસીપી અધ્યક્ષ પદથી હટાવ્યા પછી પ્રવીણ તોગડીયા પીએમ મોદી વિરુદ્ધ વધારે આક્રમકઃ થઇ ગયા.

ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે
હવે તેમને ભાજપને નુકશાન પહોંચાડવા માટે પોતાની રાજનૈતિક પાર્ટી બનાવીને ઉમેદવારો ઉતારવાની ઘોષણા કરી દીધી છે. લોકસભા ચૂંટણી માટે પ્રવીણ તોગડિયાની 'હિન્દુસ્તાન નિર્માણ દળ' ને પાણીની ટાંકીનું નિશાન મળ્યું છે. 'અબકી બાર હિન્દુત્વની સરકાર' નારો આપતા હિન્દુસ્તાન નિર્માણ દળે દેશમાં 100 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
