રાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ યથાવત
પૂર્વોત્તરમાં ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવી શકે છે.
પૂર્વોત્તરમાં ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભામાં પસાર થયા બાદ હવે રાજ્યસભામાં સરકારની કોશિશ રહેશે કે આ બિલ પાસ કરાવવામાં આવે. જ્યારે આ બિલ માટે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે તો વળી, ભાજપના સહયોગી પક્ષ એનપીપીએ પણ ચેતવણી આપી છે કે જો સરકાર આ બિલ લઈને રાજ્યસભામાં આવી તો તે એનડીએથી અલગ થઈ જશે.

રાજકીય પક્ષોને રાજ્યસભામાં આ બિલના વિરોધનમાં મત આપવાની અપીલ
નાગરિકતા સંશોધન બિલ અંગે મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ એ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી સાથે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ મુલાકાત કરી હતી. મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ એ સંગમાએ કહ્યુ હતુ કે પૂર્વોત્તરના રાજકીય પક્ષોને રાજ્યસભામાં આ બિલના વિરોધનમાં મત આપવાની અપીલ કરશે.

ભારત રત્ન ન લેવો
અસમમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભૂપેન હજારિકાના પુત્ર તેજ હજારિકાએ ભારત રત્ન ન લેવાનું કહ્યુ છે જેના કારણે ફરીથી રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે. જો કે ભૂપેન હજારિકાના ભાઈ સમર હજારિકાએ કહ્યુ કે મને લાગે છે કે ભૂપેન હજારિકને ભારત રત્ન મળવો જોઈએ, તેમને ભારત રત્ન મળવામાં પહેલેથી જ મોડુ કરવામાં આવી ચૂક્યુ છે. જો બિલની વાત કરીએ તો રાજ્યસભામાં સરકાર પાસે બહુમત નથી એવામાં બિલ પસાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બિલનો વિરોધ
પૂર્વોત્તરના ઘણા રાજકીય પક્ષ અને છાત્ર સંગઠનો સાથે સાથે અન્ય રાજકીય પક્ષોએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. આ પક્ષોએ બિલને રાજ્યસભામાં પસાર ન થવા દેવાની પણ અપીલ કરી છે. આ બિલ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
