અફઘાનિસ્તાનના નાગરિક ભારતના વિઝા માટે કરી શકે છે એપ્લાય, ધર્મના આધારે પ્રાથમિકતા નહી
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ સામાન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં શરણ લેવા માગે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવા ઈલેક્ટ્રોનિક વિઝા
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ સામાન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં શરણ લેવા માગે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવા ઈલેક્ટ્રોનિક વિઝા રજૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનના કોઈપણ ધર્મના લોકો ભારતમાં આવવા માટે વિઝાની આ શ્રેણી હેઠળ અરજી કરી શકશે.

ગૃહ મંત્રાલયે માહિતી આપી
ગૃહ મંત્રાલય વતી મંગળવારે કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે વિઝા અરજીઓ પર ઝડપી નિર્ણય લેવા માટે 'ઇ-ઈમરજન્સી અને અન્ય વિઝા' ની નવી શ્રેણી બનાવી છે. વિઝા જોગવાઈઓની સમીક્ષા કર્યા પછી. હવે કોઈ પણ ધર્મના અફઘાન નાગરિકો 'ઈ-ઈમરજન્સી અને અન્ય વિઝા' માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિઝા અરજીઓની પ્રક્રિયા કરતી વખતે અને અફઘાન નાગરિકોને વિઝા આપતી વખતે સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. શરૂઆતમાં વિઝા છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવશે.

હિન્દુઓ અને શિખોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા પર ભારતે કહી આ વાત
ભારતે અફઘાનિસ્તાનમાંથી હિન્દુઓ અને શીખોને બહાર કાઢવાની વાત પણ કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે વિદેશ મંત્રાલય અને અન્ય વિભાગો અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોને બહાર કાવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરશે. ભારત સહિત ઘણા દેશો અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ ખાલી કરી રહ્યા છે. મંગળવારે જ ભારતીય વાયુસેનાનું એક વિમાન 20 ભારતીય અધિકારીઓને લઈને ગુજરાત પહોંચ્યું છે.

અફઘાનિસ્તાનમાં લોકો ભયની છાયામાં છે
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પણ દેશ છોડીને જવાની ફરજ પડી છે અને તાલિબાનોએ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ લોકોને ભાગી જવાની ફરજ પડી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સોમવારે યુએસ એરફોર્સના વિમાનમાં પ્રવેશતા જ ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પ્લેનમાંથી નીચે પડતા પણ જોવા મળ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
