India-China: લદ્દાખમાં LAC પર ટકરાવવાળી જગ્યાએથી 2 કિમી પાછળ હટી ચીની સેના

પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચયુલ કંટ્રોલ(એલએસી) પર ચીનના તેવરોમાં થોડુ નરમ વલણ દેખાવુ શરૂ થઈ ગયુ છે.

પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચયુલ કંટ્રોલ(એલએસી) પર ચીનના તેવરોમાં થોડુ નરમ વલણ દેખાવુ શરૂ થઈ ગયુ છે. સેનાના સૂત્રો તરફથી સોમવારે માહિતી આપવામાં આવી છે કે ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) પોતાના ટેન્ટ્સ, વ્હીકલ્સ અને જવાનોને 1-2 કિલોમીટર સુધી પાછળ કરી દીધા છે. આ એવુ લોકેશન છે જેના પર 30 જૂને થયેલા કોર કમાંડર વાતચીતમાં ડિસએન્ગેજમેન્ટ પર સંમતિ થઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે ગલવાનમાં બફર ઝોનથી ભારત અને ચીનની સેનાઓ પાછળ હટી છે. બફર ઝોન એલએસીનો એ ભાગ છે જેને કોઈ પ્રકારની અથડામણ ટાળવાના હેતુથી બનાવવામાં આવ્યો છે.

બફર ઝોનમાં પાછળ હટી સેનાઓ

બફર ઝોનમાં પાછળ હટી સેનાઓ

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારત અને ચીન બંનેની સેનાઓ બફર ઝોનથી એક કિલોમીટરથી વધુ પાછળ થઈ ગઈ છે. ગલવાન ઘાટીમાં આ એ જ જગ્યા છે જ્યાં 15 જૂને ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ હિંસક થઈ ગઈ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના 20 સૈનિક શહીદ થઈ ગયા હતા. આ નવા ઘટનાક્રમને એલએસી પર એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. સૂત્રોની માનીએ તો ભારતે પણ ગલવાનમાં બફર ઝોનથી પોતાના જવાનોને પાછળ હટાવવાનુ શરૂ કરી દીધુ છે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ ઘણા ભાગોમાં સામસામે છે. બે મહિનાથી બંને દેશો વચ્ચે ગલવાનમાં બફર ઝોનથી ભારત અને ચીનની સેનાઓ પાછળ હટી છે. બફર ઝોન એલએસીનો એ ભાગ છે જ્યાં કોઈ પ્રકારની અથડામણ ટાળવાના હેતુથી બનાવવામાં આવ્યો છે.

ગલવાન હિંસા બાદ તણાવ ચરમ પર

ગલવાન હિંસા બાદ તણાવ ચરમ પર

ગલવાન ઘાટીમાં થયેલી હિંસા બાદ આ તણાવ ચરમ પર પહોંચી ગયો હતો. છ જૂન અને ફરીથી 30 જૂને ચીન સાથે કોર કમાંડર સ્તરની બે વાતચીત થઈ. બે વાર ચીનના ભાગવાળા મોલ્ડો અને એક વાર વાતચીત ભારતના ભાગમાં આવતા ચુશુલમાં થઈ. લેહ સ્થિત 14 કોર કમાડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહે પીએલએના મેજર જનરલ લિયૂ લિન સાથે મુલાકાત કરી. તેમણે આ ત્રણે બેઠકોમાં ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પીએલએ જવાનોને પાછળ હટવુ જ પડશે. ભારત તરફથી ચીનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો બૉર્ડર પર શાંતિ અને સ્થિરતા જાળવવી હોય તો પછી બધા વિસ્તારોમાં એપ્રિલ 2020વાળી સ્થિતિ ચાલુ કરવી પડશે. 30 જૂનવાળી વાતચીત લગભગ 14 કલાક ચાલી હતી.

લેફ્ટનન્ટ જનરલ હરિંદરસિંહે આપ્યુ ચીનને અલ્ટીમેટમ

લેફ્ટનન્ટ જનરલ હરિંદરસિંહે આપ્યુ ચીનને અલ્ટીમેટમ

14 કલાક ચાલેલી વાતચીતમાં લેફ્ટનન્ટ જનરલ હરિંદરે સ્પષ્ટ કરી દીધુ હતુ કે ચીનને કોઈ પણ સંજોગોમાં એ સમજૂતીનુ પાલન કરવુ જ પડશે જેના પર સમયે સમયે સંમતિ થઈ છે. ગલવાન ઘાટી અને બીજા અમુક ભાગોમાં હવામાન છેલ્લા અમુક સમયથી ઠીક નથી. વળી, અમુક સીનિયર ઓફિસર્સનુ કહેવુ છે કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે અને આમાં હજુ સમય લાગી શકે છે. ગૃહમંત્રી તરફથી કહેવામાં આવ્યુ છે કે 10 દિવસની એક સમયસીા નક્કી કરવામાં આવી છે. આ બનાવતી વખતે એ વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે આગલા ત્રણ દિવસથી પાંચ દિવસમાં શું મેળવવામાં આવી શકે છે. પેંગોંગ ત્સો પર જેમાં ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેનો વિસ્તાર પણ શામેલ છે ત્યાં ચીની સેનાએ પોતાની હાજરી વધારી દીધી છે.

ચીની મેજરની ઑફર ભારતે ફગાવી

ચીની મેજરની ઑફર ભારતે ફગાવી

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએલએના મેજર જનરલ લિયુ લિને કહ્યુ હતુ કે બંને દેશોની સેનાઓ મહત્વના વિસ્તારોમાં બેથી ત્રણ કિલોમીટર સુધી પાછળ હટી જાય. લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પેંગોંગ ત્સો અને ફિંગર 4 પર ચીનના આ પ્રસ્તાવને માનવા માટે તૈયાર નહોતા. ભારતે ચીનને સ્પષ્ટ કરી દીધુ કે પેંગોંગ ત્સોની ફિંગર 8 સુધી તેમનો દાવો છે. ચીનની સેના તરફથી ભારતને ફિંગર 3 સુધી જવા માટે કહેવામાં આવ્યુ છે અને સેનાએ આને ન માનીને પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીન ગલવાન ઘાટીથી પણ પોતાની સેના પાછળ હટાવવા રાજી નથી. આ સાથે જ વધુ ત્રણ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ(પીપી) 14 જે ગલવાન ઘાટીમાં આવે છે, પીપી 15 અન ગોગરા પોસ્ટ પાસે લગભગ 17એ પર પણ ચર્ચા થઈ છે. ગોગરા પોસ્ટ હૉટ સ્પ્રિંગ્સ એરિયામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X