ભારતીય સરહદની પાસે પાકિસ્તાની સૈનિકોને ટ્રેનિંગ આપી રહ્યું ચીન
ચીનની સેના પાકિસ્તાનના સૈનિકોને જમ્મૂ-કાશ્મીરની પાર ભારતીય સરહદ પાસે ટ્રેનિંગ આપી રહ્યું છે. દેશની સુરક્ષા એજંસીઓએ એક રિપોર્ટમાં એ જાણકારી આપી છે. બીએસએફની ગુપ્તચર શાખાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર ચીનની સેના પાકિસ્તાનના સૈનિકોને હથિયાર સંભાળવા અને ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. આ ટ્રેનિંગ રાજૌરી સેક્ટરની પાસે આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર મુખ્ય રક્ષા ચોકીઓ પર થઇ રહી છે. અત્રે સામાન્ય રીતે સરહદી રક્ષક દળ બંદોબંસ્તમાં હોય છે.
બીએસએફ દ્વારા કરવામાં આવેલ શરૂઆતી વિશ્લેષણ અનુસાર, શ્રીગંગાનગર સેક્ટરની પાસે પણ પાકિસ્તાની રેંજર્સના સ્થાને સૈનિકો ગયા છે. આ અનુસાર, પંજાબના અબોહર અને ગુરદાસપુર સેક્ટરની પાર પાકિસ્તાને નવી દેખરેખ ચોકિયો કાયમ કરી લીધી છે. સરહદ પારથી પકડવામાં આવેલ ફોન સંદેશ બતાવે છે કે ભારતીય સૈનિકોને નિશાનો બનાવવા માટે પાકિસ્તાન સ્નાઇપર્સ અને શાર્પ શૂટર ખડેપગે કરવાનું વિચારી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર કેટલાંક ખાસ સ્થળો પર પાકિસ્તાની સેનાના કમાંડોના વિશેષ દળને પણ ગોઠવણી કરવામાં આવી છે, જે છાપો મારી શકે છે અને બોર્ડર એક્શન ટીમ ભારતીય વિસ્તારમાં હુમલો કરી શકે છે.

રિપોર્ટ અનુસાર ભારત પાકિસ્તાની સરહદ છેલ્લા ઘણા સમયથી શાંત પરંતુ તણાવપૂર્ણ છે. છેલ્લા ઘણા મહીનામાં ત્યાં ઘણી વાર સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવી છે.
બીએસએફની આ શાખા કહે છે કે ગુજરાતની નજીક સરક્રીક વિસ્તારમાં ભારત પાકિસ્તાન સરહદ પાસે લગભગ 25 ભારતીય નૌકાદળો અને 155 માછીમારોને આ સિઝનમાં પાકિસ્તાનના સમુદ્રી પ્રશાસને પકડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
