ચીને પીએમ મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, રાજ્યને ગણાવ્યો ‘વિવાદિત હિસ્સો'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી. ચીને અધિકૃત નિવેદન જારી કરીને પીએમ મોદીના આ પ્રવાસ પર વિરોધ નોંધાવ્યો છે. શનિવારે પીએમ મોદીએ ઈટાનગરમાં રેલી કરી અને અહીં અમુક પ્રોજેક્ટસનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને ભારતની સુરક્ષાનો રસ્તો કહ્યો છે.
|
પીએમ મોદીએ કહ્યુ અરુણાચલના વિકાસને પ્રતિબદ્ધ
ચીનના સરકારી વર્તમાનપત્ર પીપલ્સ ડેલીએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ સમાચાર આપ્યા છે. પીપલ્સ ડેલીએ જણાવ્યુ કે ‘ચીન એ હિસ્સાને માન્યતા નથી આપતો જેને ભારત અરુણાચલ પ્રદશ કહે છે અને આ સાથે પીએમ મોદીના આ વિવાદિત હિસ્સા પર થયેલા પ્રવાસનો આકરો વિરોધ કરે છે. ચીનનું વલણ ભારત-ચીન સીમા પર એકદમ સાફ અને અડગ છે.' પીએમ મોદીએ શનિવારે ઈટાનગરમાં થયેલા રેલીમાં કહ્યુ કે ભારતની સરકાર દેશના હિસ્સાનો પૂર્ણ વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ
ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.
દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ
ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.

જૂન 2017માં થયો હતો ડોકલામ વિવાદ
ચીને ભારતને કહ્યુ કે તે દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી બધા પાસાઓ પર આગળ વધે. આ ઉપરાંત ચીને એ પણ કહ્યુ કે ભારત તેના હિતો અને ચિંતાઓને સમજે. ચીન તરફથી આવેલા નિવેદન પર હજુ સુધી ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જૂન 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ થયો હતો અને 73 દિવસો બાદ ખતમ થયો હતો.

અરુણાચલમાં એરપોર્ટનું ઉદઘાટન
એક્ટ ઈસ્ટ પોલિસી, પીએમ મોદીના નોર્થ ઈસ્ટમાં એક મહત્વનો એજન્ડા રહ્યો છે. શનિવારે પીએમે અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. પીએમ મોદીએ લોહિત જિલ્લામાં સ્થિત તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ તેમજ તેમણે હોલોગીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે અરુણાચલ પ્રદેશને હવાઈ માર્ગ ઉપરાંત રેલવે અને રોડ વાહન વ્યવહાર દ્વારા દેશના બાકીના હિસ્સાથી જોડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
