મુખ્યમંત્રી ભગવંત માનના નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહાર, કહ્યું-કોંગ્રેસનું નસીબ જ ખરાબ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિરોધી નેતાઓને આડેહાથ લીધા છે. આ ક્રમમાં તેમણે નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહારો કર્યા.
તેમણે કહ્યું કે, પંજાબના ચાર નેતાઓ દરરોજ સવારે ઉઠતાની સાથે જ તેમને ગાળો આપે છે. તેમાં સુખબીર સિંહ બાદલ, પ્રતાપ સિંહ બાજવા, અમરિંદર સિંહ રાજા વડિંગ અને નવજોત સિંહ સિદ્ધુ સામેલ છે.

સીએમ માનને નવજોત સિંહ સિદ્ધુને લગ્નમાં જવા માટેનો સૂટ ગણાવ્યો. તેમણે કહ્યું કે, લોકો લગ્નમાં સૂટ મળે તે અન્યને આપી દે છે. તેને કોઈ પોતાની સાથે રાખતું નથી.
કોંગ્રેસ કમનસીબ છે કે તેઓએ આ સૂટ પોતાની પાસે રાખ્યો અને ખોલ્યો. હવે આ સૂટને ન તો સિલાઇ કરી શકાય છે અને ન તો તેને પેક કરી શકાય છે.
વિપક્ષ પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ લોકો દરરોજ સવાર-સાંજ મને ગાળો આપે છે. લોકો મને શું કહે છે તેની મને પરવા નથી. સમગ્ર કોંગ્રેસ બીજેપીમાં જોડાઈ ગઈ છે.
કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ સુનીલ જાખડ બીજેપીમાં જોડાયા. પરંતુ અહીં પણ તેમના કેપ્ટન અમરિન્દર સાથે મતભેદ હતા. મનપ્રીત બાદલ ભાજપમાં છે, પરંતુ તેમણે કેટલા પક્ષો બદલ્યા તેની ખબર નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે પંજાબના સાડા ત્રણ કરોડ લોકોના સન્માન અને ગરિમા સાથે સમાધાન નહીં કરીએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે લોકોએ મને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યો છે, તમે જ મને આ ખુરશી પરથી હટાવી શકો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
