જાણો કેમ કરોડપતિ છોટા રાજનની આ દિવાળી હતી છેલ્લી?
છોટા રાજનના નામની આગળ જ ખાલી છોટા લાગે છે પણ તેની સંપત્તિને વિષે જાણીએ તો ખબર પડે કે રાજન છોટો નહીં પણ બહુ મોટા છે. છોટા રાજનની સંપત્તિને લઇને હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ છોટા રાજન પાસે ભારત અને વિદેશમાં કરોડો રૂપિયાની સંપત્તિ છે.
એટલું જ નહીં ખબરોની ખબર તો એ પણ છે કે છોટા રાજનને આ દિવાળી પહેલા મારી નાખવાની દાઉદ ઇબ્રાહિમના ડાબા હાથ છોટા શકિલે કસમ ખાધી હતી જેના કારણે જ છોટા રાજન જાતે જ પોતાની ધરપકડ કરાવી. જો કે છોટા રાજનના જણાવ્યા મુજબ તેનું સ્ટેટમેન્ટ તો એ જ છે કે તે દાઉદથી પહેલા પણ નહતો ડરતો અને આજે પણ.
ત્યારે છોટા રાજનની ધરપકડ બાદ તેને ભારત લાવવાની ગતિવિધિ કેટલી આગળ વધી છે? શું ખરેખરમાં છોટા રાજન દાઉદના ડરે પકડાયો છે? અને ભારત અને વિદેશોમાં ક્યાં ક્યાં છે છોટા રાજનની કરોડોની સંપત્તિ તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ખાલી નામ છે "છોટા"
છોટા રાજનના નામ આગળ જ છોટા લાગે છે બાકી તે કરોડોપતિ છે. તેની સંપત્તિ પર થયેલા ખુલાસા મુજબ તેની 5 કરોડની સંપત્તિ છે. જેમાં સિંગાપુરની એક હોટલ, થાઇલેન્ડની ઝ્વેલરી શોપ અને ઇન્ડોનેશિયાની જકાર્તાની હોટલનો સમાવેશ થાય છે.

ભારતમાં છે 2.5 કરોડની પ્રોપર્ટી
એટલું જ નહીં છોટા રાજન પાસે ભારતમાં 2.5 કરોડની પ્રોપર્ટી છે. તેણે મુંબઇ અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં મોટે પાયે રોકાણ કર્યું છે.

ક્યારે આવશે રાજન ભારત?
જો કે રાજનને ઇન્ડોનેશિયાથી ભારત લાવવાની તાજવીજ તંત્ર શરૂ કરી દીધી છે. મુંબઇ પોલિસ હાલ તેનો નવો ડોર્ઝિયર બનાવી રહી છે. જે મુજબ રાજન સામે કુલ 75 કેસ છે. જેમાંથી મોટા ભાગના વર્ષ 1990 પહેલા નોંધાયા છે. વળી રાજન સામે 25 હત્યાઓનો મામલો પણ છે જેમાં મકોકા પણ લાગુ પડે છે. આ ડોર્જિયર જલ્દી જ ગૃહમંત્રાલયને સોંપવામાં આવશે. જેથી જલ્દી જ રાજનને ભારત લાવી શકાય.

ડી ગેંગ માટે આધાત
જો કે રાજનની અટકથી ડી ગેંગને સૌથી મોટો આધાત લાગ્યો છે. મુંબઇ પોલિસના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ છોટા શકિલે આ દિવાળી પહેલા રાજનને મારવાની કસમ ખાધી હતી.

રાજનનું સ્વાસ્થય
જો કે મીડિયામાં ચર્ચા છે કે રાજનની એક કિડની ખરાબ થઇ ગઇ છે અને તેની બાયપાસ સર્જરી પણ થઇ છે. ખરાબ તબિયત અને દાઉદના ડરે તેણે જાતે જ પોતાની ધરપકડ કરાવી છે.

ના ડર્યો છું ના ડરીશ!
જો કે છોટા શકિલે દાઉદના ડરની વાતનો અસ્વીકાર કર્યો છે. તેણે કહ્યું છે કે તે દાઉદથી નથી ડરતો. વધુમાં ભારત આવીને તે સીબીઆઇ આગળ દાઉદ અને અંડરવર્લ્ડ વિષે વિસ્ફોટક માહિતી આપે તેવી પણ શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
