Chhattisgarh Exit Poll 2023 : છત્તીગસઢમાં કઈ પાર્ટીને કેટલી સીટ? જાણો શું કહે છે ABP C-voter એક્ઝિટ પોલ?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ એક પછી એક એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
છત્તીસગઢની 90 સીટો પર બે તબક્કામાં મતદાન થયું હતું. હવે ABP C-voter એ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે સંયુક્ત રીતે તેના પરિણામો જાહેર કર્યા છે.

એબીપી સી-વોટરના સર્વે અનુસાર, છત્તીસગઢના ઉત્તર ક્ષેત્રમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. દક્ષિણમાં કોંગ્રેસને સ્પષ્ટ લીડ મળતી જોવા મળી રહી છે.
એબીપી ન્યૂઝ-સી વોટર એક્ઝિટ પોલ અનુસાર, છત્તીસગઢના દક્ષિણ ક્ષેત્રની કુલ 12 બેઠકોમાંથી કોંગ્રેસને 5 થી 9 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 3 થી 7 બેઠકો અને અન્યને એક બેઠક મળવાની સંભાવના છે.
છત્તીસગઢના સેન્ટ્રલ રિઝનમાં 64 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને 31 થી 35 બેઠકો, બીજેપીને 28થી 32 અને અન્યને શૂન્યથી બે બેઠકો મળી શકે છે.
એબીપી સી-વોટરના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ફરી એકવાર ભૂપેશ બઘેલની સરકાર વાપસી કરતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં, બીજેપીને 36થી 48 બેઠકો, કોંગ્રેસને 41થી 53 બેઠકો અને અન્ય ચાર બેઠકો મળવાની સંભાવના છે.
છત્તીસગઢમાં વિધાનસભામાં 90 બેઠકો છે. અહીં કોઈપણ પાર્ટીને બહુમત માટે 46 સીટોની જરૂર પડે છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો માટે મતદાન થયું હતું. આ પછી 17 નવેમ્બરે બીજા તબક્કા માટે 70 બેઠકો પર મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
