‘જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે': બિલાસપુર રેલીમાં પીએમ
ભાજપ તરફથી ડૉ. રમણ સિંહને ચોથી વાર જીત અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ કસર નથી છોડી રહ્યા.
છત્તીસગઢમાં મતદારોને લલચાવવા માટે રાજકીય પાર્ટીઓ પોતાનો પૂરા દમ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ તરફથી ડૉ. રમણ સિંહને ચોથી વાર જીત અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ કસર નથી છોડી રહ્યા. સોમવારે પીએમ મોદી વિલાસપુર પહોંચ્યા છે જ્યાં તેમણે રેલીને પણ સંબોધિત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે મતદાન કરવુ એ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ હોય છે. પીએમે કહ્યુ કે બોમ્બ, બંદૂક અને પિસ્તોલ બતાવતા લોકોને આ જનતા દમ દેખાડીને જ રહેશે. એક સપ્તાહ બાદ 20 તારીખે બાકીના ક્ષેત્રોમાં મતદાન થશે.

ભાજપ રાજકારણમાં એક નવી ધારા લઈને આવ્યુ છે
પીએમ મોદીએ કહ્યુ કે આ વખતે છત્તીસગઢમાં ભારે મતદાન કરીને નવો રેકોર્ડ કરવો જોઈએ. આ દેશમાં 1952થી અત્યાર સુધી અનેક ચૂંટણી થઈ પરંતુ મોટાભાગની ચૂંટણી જાતિવાદ પર ચૂંટાઈ. અમીર અને ગરીબની ખીણ પેદા કરીને લડવામાં આવી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યુ કે જો આ દેશને આપણા આઝાદીના દિવાનાઓના સપના જેવુ બનાવવુ હોય તો દેશને ગરીબીમાંથી મુક્ત કરાવવાનું છે, ગરીબીમાંથી મુક્તિ અપાવવી હોય તો દેશને ઉંચનીચના ભેદભાવમાંથી ઉપર ઉઠવુ પડશે. એટલા માટે ભાજપ રાજકારણમાં એક નવી ધારા લઈને આવી છે.
|
બીજાની ટીકાઓ કરવાથી વિશ્વાસ મળતો નથી
પીએમ મોદીએ કહ્યુ એટલા માટે ભાજપ વિકાસનો મંત્ર લઈને આવી. ઝડપી ગતિથી વિકાસ, ચારે તરફ, બધાનો વિકાસ આ મંત્રને લઈને અમે ચાલ્યા. એટલા માટે અમારા વિરોધી દળોને હજુ પણ સમજમાં નથી આવી રહ્યુ કે ભાજપ સાથે મુકાબલો કેવી રીતે કરે. ગરીબોના સપનાઓને સાકાર કરવા માટે અમે સંકલ્પ લઈને નીકળી પડ્યા છે. પીએમે કહ્યુ કે અમે દરેક કસોટી પર વિકાસના મુદ્દા પર પરિણામ મેળવ્યા છે. પરિવર્તન મેળવ્યા છે. વિશ્વાસ બીજાની ટીકાઓ કરવાથી પેદા નથી થતો. ગાળાગાળી કરવાથી પેદા નથી થતો. આજે છત્તીસગઢના દરેક ખૂણે હું આ વિશ્વાસ અનુભવી રહ્યો છુ.
|
જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે
પીએમે કહ્યુ કે હું આજે વિરોધીઓને પૂછવા ઈચ્છુ છુ તે શું કારણ હતુ જ્યારે મધ્ય પ્રદેશ અલગ નહોતુ થયુ ત્યારે એમપી અને છત્તીસગઢ બીમારુ રાજ્યમાં ગણાતુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે તેમનુ રાજકારણ એક પરિવારથી શરૂ થાય છે અને એક પરિવારમાં આવી પૂરુ થાય છે. પરંતુ અમારુ રાજકારણ ગરીબની ઝૂંપડીથી શરૂ થાય છે તેને બદલીને ચાલે છે. કયો ગરીબ નથી ઈચ્છતો કે તે બેંકમાં થોડા પૈસા જમા કરે. પરંતુ આ પરિવારોમાં ઉછરેલા લોકો, પરિવાર માટે જીવતા મરતા લોકો સામાન્ય લોકોની આકાંક્ષાઓથી સેંકડો મીલ દૂર હતા. અમુક લોકો એવા છે જે નોટબંધીનો હિસાબ માંગી રહ્યા છે. જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
