chhattisgarh assembly election 2023: આઝાદી બાદ આ ગામોમાં પહેલીવાર થશે મતદાન, જાણો કારણ
chhattisgarh assembly election 2023: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકો માટે 7 નવેમ્બર અને 17 નવેમ્બર 2023ના રોજ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેના પરિણામો 3 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. હાલ કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે.
chhattisgarh assembly election 2023માં આઝાદી બાદ બસ્તરના 100થી વધુ ગામોમાં પહેલીવાર મતદાન થશે. આ લોકો પોતાના જ ગામમાં મતદાન કરશે. આ નક્સલીઓનો ભય નહીં પણ લોકતંત્રની મશાલ પ્રજ્વલ્લિત થશે. આ પહેલા આ ગામના લોકો 15 થી 20 કિમી દુર ચાલીને મતદાન કરવા જતા હતા.

ચૂંટણી પંચે બસ્તર ક્ષેત્રમાં 126 નવા મતદાન મથકો બનાવ્યા છે, જ્યારે ડિવિઝનમાં કુલ 2483 બૂથમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વધુમાં વધુ મતદાન થાય તે માટે ગામોની નજીક કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. (chhattisgarh assembly election 2023)
બસ્તર ક્ષેત્રના કાંકેર, અંતાગઢ, ભાનુપ્રતાપુર, સુકમા, કોન્ટા, ચિત્રકોટ, જગદલપુર, બસ્તર, કોંડાગાંવ વગેરે વિધાનસભા મતવિસ્તારોમાં નવા બૂથમાં મતદારોને તેમના ગામોમાં પ્રથમ વખત મતદાન કરવાનો અનુભવ મળશે. (chhattisgarh assembly election 2023)
નક્સલવાદી હિંસા અને અન્ય ધમકીઓ વચ્ચે મતદાન પક્ષો અને મતદારો માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. બસ્તર ક્ષેત્રમાં એક લાખથી વધુ સૈનિકો મોરચા પર તૈનાત રહેશે. (chhattisgarh assembly election 2023)
chhattisgarh assembly election 2023: વિધાનસભા મતવિસ્તાર અને નવા બૂથની સંખ્યા
- અંતાગઢ-12
- ભાનુપ્રતાપપુર-05
- કાંકેર-15
- કોન્ટા-20
- ચિત્રકોટ-15
- કોંડાગાંવ-13
- કેશકાલ-19
- જગદલપુર-04
- બસ્તર-01
- નારાયણપુર-09
- દાંતેવાડા-08
- બીજાપુર-06
chhattisgarh assembly election 2023: મતદાનના પ્રથમ તબક્કામાં જિલ્લાવાર બૂથની સંખ્યા
જિલ્લા-કુલ બૂથ
- કાંકેર-727
- કોંડાગાંવ-588
- નારાયણપુર-127
- બસ્તર-760
- દાંતેવાડા-273
- બીજાપુર-245
- સુકમા-254
- મોહલ્લા માનપુર-306
- રાજનાંદગાંવ-840
કુલ બૂથ- 3629
chhattisgarh assembly election 2023: 20 બેઠકોમાંથી 12 નક્સલ પ્રભાવિત બેઠકો - પ્રથમ તબક્કામાં જે 20 બેઠકો પર મતદાન થવાનું છે, તેમાંથી 12 બેઠકો અતિસંવેદનશીલ છે. નક્સલવાદી હિંસા બાદ પણ અહીં રેકોર્ડ મતદાન થયું હતું. ચૂંટણી કાર્યાલયે સૌથી સંવેદનશીલ વિસ્તારોની અલગથી ઓળખ કરી છે. ઓફિસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વધુને વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
