Bharat Ratna: ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથનને મળશે ભારત રત્ન
Bharat Ratna: વડાપ્રધાન મોદીએ શુક્રવારના રોજ મોટી જાહેરાત કરવામાં આવી છે. એક જ દિવસમાં દેશના ત્રણ મોટા નેતાઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને હરિત ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવામાં આવે છે.
ચરણસિંહની પ્રતિબદ્ધતાથી પ્રેરિત દેશ - મોદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે, દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

તેમણે એમ પણ લખ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે, દેશના ગૃહમંત્રી હોય અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.
નરસિંહ રાવે દેશની સેવા કરી - વડાપ્રધાન મોદીએ તેમની આગામી પોસ્ટમાં લખ્યું છે કે, નરસિમ્હા રાવે એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકારણી તરીકે વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી છે.
વડાપ્રધાને એમ પણ લખ્યું કે, નરસિમ્હા રાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને મહત્વપૂર્ણ પગલાં માટે યાદ કરવામાં આવશે. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતને વૈશ્વિક બજારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું હતું.
હરિયાળી ક્રાંતિના પિતાને ભારત રત્ન એનાયત - દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા એમ.એસ.સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં લખ્યું છે કે, ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉ. એમ.એસ. સ્વામીનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે.
તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા.
Former Prime Minister PV Narasimha Rao Garu is to be conferred with Bharat Ratna. pic.twitter.com/71jinppD4N
— ANI (@ANI) February 9, 2024
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
