મહંત નરેન્દ્ર ગીરી મોત કેસમાં ચાર્જશીટ દાખલ, આનંદ ગીરી સહિત 3ના નામ!
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની ચાર્જશીટ દાખલ કરી છે.
નવી દિલ્હી, 20 નવેમ્બર : અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આનંદ ગીરી અને અન્ય બેના નામ આરોપી તરીકે જાહેર કર્યા છે. મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બરે પ્રયાગરાજના આશ્રમમાં તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરૂઆતમાં તેમનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હોવાનું માનવામાં આવતું હતું પરંતુ સ્થળ પર અનેક શંકાસ્પદ વસ્તુઓને જોતા કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. નરેન્દ્ર ગીરી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે જેલમાં છે.

સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરીને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ માટે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્યો મહંત આનંદ ગિરી, આધ્યા પ્રસાદ તિવારી અને સંદીપ તિવારી પર આરોપો લગાવવામાં આવ્યા છે. કલમ 306 અને 120-બી (આત્મહત્યા માટે ઉશ્કેરણી અને આત્મહત્યાનું કાવતરું) હેઠળ ત્રણેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBIએ CJM કોર્ટ પ્રયાગરાજમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેની નોંધ લેતા કોર્ટે સુનાવણી માટે 25 નવેમ્બરની તારીખ આપી છે.
મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજમાં તેમના બાઘમ્બરી મઠમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેની પાસેથી એક કથિત સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે આનંદ ગીરીએ તેમની એક મહિલા સાથે સીજી બનાવ્યું છે, જેના કારણે હું પરેશાન છું અને આત્મહત્યા કરી રહ્યો છું. આ સુસાઈડ નોટ અને નરેન્દ્ર ગીરીનો મૃતદેહ ક્યા સંજોગોમાં મળ્યો તે અંગે અનેક પ્રકારના સવાલ ઉભા થયા હતા. રૂમ અને પંખા વગેરેની હાલત વિશે ઘણા લોકોએ કહ્યું હતું કે તેમના માટે આ રીતે આત્મહત્યા કરવી શક્ય જણાતી નથી. જે બાદ યુપી સરકારે મામલો સીબીઆઈને સોંપ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
