RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે આરોપ નક્કી
આરએસએસ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફાઈલ કરાવેલ માનહાનિ કેસમાં ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી સામે આરોપ નક્કી કરી દીધા છે.
આરએસએસ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફાઈલ કરાવેલ માનહાનિ કેસમાં ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી સામે આરોપ નક્કી કરી દીધા છે. આઈપીસીની ધારા 499 અને 500 માં રાહુલ ગાંધી આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલા આજે રાહુલ ગાંધી થાણેના ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટના હાજર થવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો જેવા કારણે તેમની સામે માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ કર્યો હતો કેસ
છ માર્ચ 2014 ના રોજ આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ રાહુલ ગાંધી સામે અપરાધિક માનહાનિનો કેસ ફાઈલ કર્યો હતો. જેમાં કુંતેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સંગઠનની પ્રતિષ્ઠા પર ધબ્બો લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ તે દોષિત નથી
નિવેદન નોંધતા પોતાની સફાઈમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તે દોષિત નથી. રાહુલે કહ્યુ કે ભાજપ-આરએસએસના લોકો મારા પર કેસ કરતા રહે છે. મને આનાથી કોઈ ફરક નથી પડતો. રાહુલે કહ્યુ કે તે ચૂંટણી લડશે અને જીતશે. રાહુલની સાથે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને અશોક ગેહલોત પણ અદાલતમાં હાજર હતા.

રાહુલ ગાંધી સામે માનહાનિનો મામલો
અદાલતે રાહુલ પર આઈપીસીની ધારા 499 અને 500 અતંર્ગત આરોપ નક્કી કર્યા. આરએસએસ માનહાનિ કેસમાં રાહુલનું નિવેદન ફાઈલ કરવા માટે 12 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ થાણેના ભિવંડીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની સામે કેસ ફાઈલ કરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
