ચન્નીના ભત્રીજાની ધરપકડ પર ભડક્યુ કોંગ્રેસ, કહ્યુ - CM દલિત છે માટે હેરાન કરી રહ્યુ છે ભાજપ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ બાદ પંજાબનુ રાજકારણ ગરમાયુ છે.
ચંદીગઢઃ ગેરકાયદે રેતી ખનન મામલે મની લૉન્ડ્રીંગના આરોપો હેઠળ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ બાદ પંજાબનુ રાજકારણ ગરમાયુ છે. ઈડીએ ગુરુવારે દિવસભર ચાલેલી 8 કલાક લાંબી પૂછપરછ બાદ મોડી રાતે ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટી અને શિરોમણિ અકાલી દળે સીધા મુખ્યમંત્રી ચરણજીત સિંહને ઘેર્યા છે. વળી, કોંગ્રેસનુ કહેવુ છે કે આ સંપૂર્ણપણે એક રાજકીય ધરપકડ છે અને દલિત હોવાના કારણે ચરણજીત સિંહ ચન્નીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાની ધરપકડ પર શુક્રવારે પ્રતિક્રિયા આપીને કહ્યુ, 'આ એક સંપૂર્ણપણે રાજકીય ધરપકડ છે, જે દબાણ બનાવવાના હેતુથી કરવામાં આવી રહી છે. જો આ પ્રકારના મામલામાં કોઈ કાર્યવાહી કરવાની હોત તો 4-5 મહિનામાં જ થઈ જવી જોઈતી હતી, આવી કાર્યવાહી એક દિવસમાં નથી થતી. આ બધુ જાણીજોઈને કરવામાં આવી રહ્યુ છે. ચરણજીત સિંહ અનુસૂચિત જાતિના મુખ્યમંત્રી છે માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમનુ મનોબળ ઘટાડવા માટે આમ કરવામાં આવી રહ્યુ છે.'
'સીએમ ચન્નીએ 111 દિવસમાં ભ્રષ્ટાચારમાં કમાલ કરી દીધો'
વળી, બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતને લઈને સીએમ ચરણજીત સિંહ ચન્ની ઉપર નિશાન સાધ્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં લોકોને 4-5 વર્ષ લાગી જાય છે પરંતુ પંજાબના સીએમે માત્ર 111 દિવસમાં આ કમામલ કરીને બતાવી દીધો. તેમણે એટલો ભ્રષ્ટાચાર કરી દીધો...આ બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે. પંજાબના લોકો બધુ જોઈ રહ્યા છે અને એક ઈમાનદાર સરકાર ઈચ્છે છે.'
આગલો નંબર ચન્નીનોઃ બિક્રમ સિંહ મજીઠિયા
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આ બાબતે ઘેરીને કહ્યુ, 'મે પહેલા પણ કહ્યુ હતુ કે આ માત્ર ત્રણ લોકોની કહાની છે - ચન્ની, હની અને મની. મની પહેલા જ જપ્ત કરવામાં આવી ચૂકી છે, હવે હની પકડાઈ ગયો છે અને આગલો નંબર ચન્નીનો છે.'
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
