ચંદ્રયાન વૈજ્ઞાનિકોની મહેનત છે, કોઈ રાજનીતિક પક્ષની નહીં-મમતા બેનર્જી

દેશના વૈજ્ઞાનિકો હોય કે સેના, તમામના નામે મત ભેગા કરવા માટે બદનામ બીજેપીને મમતા બેનર્જીએ ચંદ્રયાન 3 ને લઈને ટોણો માર્યો છે. મમતા બેનર્જીએ આડકતરી રીતે કહ્યું કે, ચંદ્રયાન દેશના વૈજ્ઞનિકોની મહેનત છે, કોઈ રાજનીતિક પક્ષની નહીં.

ચંદ્રયાન 3 મુદ્દે વાત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની ટીમ ભારતની છે અને ચંદ્રયાન-3માં તમામ મહેનત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે, કોઈ રાજકીય પક્ષ દ્વારા નહીં.

mamta v benarji

મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સહિત દેશભરના વૈજ્ઞાનિકોએ આ મિશન માટે ઘણું યોગદાન આપ્યું છે. હું એવા તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરું છું, જેમણે ભારતના મૂન મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સખત મહેનત કરી છે.

મમતા બેનર્જીએ લખ્યું કે, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની નજીક છે, આપણે બધાએ સાથે ઉભા રહીને ચંદ્ર પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે ઉત્સાહિત થવું જોઈએ.

જણાવી દઈએ કે, 23 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવામાં સફળ થશે તો ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X