Chandrayaan 4 : કેવુ હશે ભારતનું ચંદ્રયાન-4 મિશન? જાણો કેમ મહત્વનું માનવામાં આવી રહ્યું છે?
Chandrayaan 4 : ચંદ્રયાન-3 ને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને દુનિયાને ચૌકાવ્યા બાદ ઈસરોએ ચંદ્રયાદ-4 ની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્ર સરકારે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન 36 મહિનામાં એટલે કે લગભગ 3 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકારે આ મિશન માટે 2104.06 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે.

ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને પ્રદર્શિત કરવા સરકારે ચંદ્રયાન-4 ને મંજૂરી આપી છે. આ ચંદ્રયાન-3 ની સફળતા પર આધારિત હશે.
આ સાથે કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)ની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. આ બંને મિશનને વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે.
ચંદ્રયાન-4 મિશન ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર લેન્ડ કરવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે પાયાની તકનીકો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે.
ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે. આમાં ચંદ્રયાન-4 અવકાશયાન, બે LVM-3 રોકેટ અને નેટવર્ક અને ચંદ્રયાન-4 સાથે સતત સંચાર જાળવવા માટે ડિઝાઇન વેરિફિકેશનનો સમાવેશ થાય છે.
ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા અને ચંદ્રના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણને પૂર્ણ કરવા માટે જરૂરી મુખ્ય તકનીકો પર આમાં રિસર્ચને અંજામ આપવામાં આવશે.
સ્ટેક 1 ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલનો ઉપયોગ કરશે અને સપાટી પર ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે ડીસેન્ડર મોડ્યુલનો ઉપયોગ કરશે. સ્ટેકર 2 માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલનો સમાવેશ કરાશે.
ચંદ્રયાન-4 મિશન કેમ મહત્વનું છે?
આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવામાં આવશે. મિશન માટે બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. તેને હેવી-લિફ્ટર LVM-3 અને ISROના વિશ્વસનીય વર્કહોર્સ PSLV દ્વારા વિવિધ પેલોડ વહન કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, અંતરિક્ષમાં મોડ્યુલને જોડવા અને અલગ કરવાથી ઘણા ફાયદા થશે, જેના કારણે ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન આ ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આ કારણોસર ચંદ્રયાન-4 મિશન જરૂરી છે.
ઈસરોના વડા ડૉ. સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન-4 માટે વ્યાપક આયોજન પૂર્ણ થઈ ગયું છે, જેમાં મિશનના પ્રક્ષેપણના તબક્કાઓ, અવકાશમાં એસેમ્બલી અને ચંદ્ર પર ઉતરાણ માટેની વ્યૂહરચનાનો સમાવેશ થાય છે.
તેમણે અવકાશયાનને બે ભાગોમાં વિભાજીત કરવા વિશે સમજાવ્યું, કયો ભાગ ચંદ્ર પર રહેશે અને કયો ભાગ સેમ્પલ લઈને ભારત પરત આવશે. ડો.સોમનાથે જણાવ્યું કે, તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પછી તેના મોડ્યુલને અંતરિક્ષમાં જોડવામાં આવશે. જેને ડોકીંગ કહેવામાં આવે છે. આ જ ટેક્નોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા માટે કરવામાં આવશે. આ પહેલા આવું કંઈ થયું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
