Chandrayaan 3 : ચંદ્રયાનના લેન્ડિંગમાં સૌથી મહત્વની હોય છે આ એક સેકન્ડ, જાણો તેમાં શું શું થાય છે?
ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર ઉતરવા માટેની આખરી તૈયારીઓ કરી રહ્યું છે. 23 ઓગસ્ટે સાંજે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર પગ મુકશે. આ લેન્ડિંગ દરમિયન એક સેકન્ડ એવી આવશે જેના પર સફળતાનો પુરો આધાર છે.
હાલ વૈજ્ઞાનિકો ચંદ્રયાનની સ્પીડ ઓછી કરવા પર કામ કરી રહ્યા છે. ઓરબીટને સતત ઘટાડ સાથે સાથે સ્પીડ પણ ઓછી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ચાલી રહી છે અને લેન્ડિંગ દરમિયાન અંતિમ સમયે એક સેકન્ડ પુરા મિશન માટે મહત્વની ભુમિકા ભજવશે.

તમને સવાલ થતો હશે કે આખરે આ એક સેકન્ડમાં એવુ તો શું છે કે તેની આટલી ચર્ચા થઈ રહી છે? આ વાતને સમજવા માટે લેન્ડિંગની પુરી પ્રકિયાને વિગતે સમજવી જરૂરી છે.
જ્યારે લેન્ડર ચંદ્રની જમીન તરફ ધીરે ધીરે નીચે આવશે તેના પહેલા તે 7.4 કિલોમીટર દુર હશે. આ પછી તે 6.8 કિલોમીટર સુધી આવે છે. પછી તે જુદા જુદા તબક્કામાં નીચે આવે છે, જેમાં તે 150 મીટર, 60 મીટર અને પછી 10 મીટર સુધી 800 મીટર સુધી નીચે આવે છે. જ્યારે લેન્ડર 10 મીટર પર રહે છે ત્યારે આ મહત્વનો સમય આવે છે.
આ સમયે લેન્ડરની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. આ સ્થિતિ છેલ્લો તબક્કો એક કલાકમાં પૂર્ણ થાય છે અને માત્ર એક સેકન્ડમાં લેન્ડર 10 મીટરથી નીચે આવે છે. આ દરમિયાન સૌથી વધુ જોખમ હોય છે.
આ એ સમય હોય છે જ્યારે વૈજ્ઞાનિકો પાસે કંઈપણ કરવાનો સમય હોતો નથી. જો સ્પીડમાં થોડો પણ ફેરફાર થાય તો લેન્ડર જમીન સાથે ટકરાઈને તુટી જવાનો ડર રહે છે. વૈજ્ઞાનિકો પાસે 10 મીટર સુધી પહોંચવા માટે ઘણા ચાન્સ છે પરંતુ તે પછીની એક સેકન્ડ મિશનની સૌથી અઘરી ક્ષણ હશે. આ સ્થિતિમાં આ એક સેકન્ડ મિશનની સૌથી ખાસ સેકન્ડ મનાય છે.
જો કે લેન્ડર 800-900 મીટર ઉપર હશે ત્યારે જ નિર્ણાયક સમય શરૂ થઈ જાય છે. અહીંથી લેન્ડરને ખૂબ જ ધીમે અને કાળજીપૂર્વક નીચે કરવામાં આવે છે. જો કે આ એક સેકન્ડ ખૂબ જ ખાસ છે અને જમીન સાથે અથડાવાનો ભય સૌથી વધુ હોય છે.












Click it and Unblock the Notifications
