Chandrababu Naidu Arrest: આંધ્ર પ્રદેશ બંધનુ TDPએ કર્યુ આહ્વાન, પવન કલ્યાણની પાર્ટીનો મળ્યો સપોર્ટ
Chandrababu Naidu Arrest: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં પાર્ટીએ સોમવારે આંધ્રપ્રદેશ બંધનું એલાન આપ્યું છે. ટીડીપીએ દાવો કર્યો છે કે 11 સપ્ટેમ્બર, સોમવારે આંધ્રપ્રદેશ બંધ રહેશે.
પવન કલ્યાણની જનસેના પાર્ટી (JSP) એ રાજ્ય બંધના એલાનને સમર્થન આપ્યું છે. ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન કૌભાંડ કેસમાં 09 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગે ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ટીડીપી એપી પ્રમુખ કે અચન્નાયડુએ પક્ષના કાર્યકરો, નેતાઓ અને સામાન્ય લોકોને આંદોલનમાં ભાગ લેવા અને આંધ્રપ્રદેશ બંધને સફળ બનાવવા વિનંતી કરી છે. દરમિયાન, JSPના વડા પવન કલ્યાણે શાસક પક્ષ YSR કોંગ્રેસ પાર્ટી પર આંધ્ર પ્રદેશમાં "અસામાજિક પ્રવૃત્તિઓ"નો આશરો લેવાનો આરોપ લગાવ્યો હતો.
પવન કલ્યાણે આરોપ લગાવ્યો કે રાજ્યની YSRCP સરકાર વિપક્ષી પાર્ટીઓને "પરેશાન" કરી રહી છે. કલ્યાણે JSP કાર્યકરોને બંધમાં "શાંતિપૂર્ણ રીતે" ભાગ લેવા કહ્યું છે. વિજયવાડાની એક સ્થાનિક અદાલતે કથિત કરોડોના ભ્રષ્ટાચાર કૌભાંડમાં ચંદ્રાબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. વિજયવાડાની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) કોર્ટે નાયડુને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
આંધ્રપ્રદેશ સીઆઈડીના વડા એન સંજયે શનિવારે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળના ગેરઉપયોગથી સંબંધિત છેતરપિંડીના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
ચંદ્રાબાબુ નાયડુને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ રાજામુન્દ્રી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના રિમાન્ડ પહેલા જેલમાં ભારે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
