chamoli transformer exploded : ચમોલીમાં સર્જાયો મોટો અકસ્માત, 15 લોકોના મોત
Chamoli transformer exploded: ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારના રોજ એક અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. આ સાથે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત નમામિ ગંગે પ્રોજેક્ટની સાઇટ પર સર્જાયો છે. જ્યાં કરંટ લાગવાના કારણે લાશોના ઢગલા થઇ ગયા હતા.
ઉત્તરાખંડના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ વી મુરુગેસને આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પાંચ હોમગાર્ડ સહિત લગભગ 15 લોકો મૃત્યુ પામ્યા છે. તપાસ ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે, રેલિંગમાં કરંટ હતો અને તપાસમાં વધુ વિગતો બહાર આવશે.

ચમોલીની ઘટના પર ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, આ એક દુઃખદ ઘટના છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને SDRF ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હાઇ સેન્ટરમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હેલિકોપ્ટર દ્વારા AIIMS ઋષિકેશમાં ખસેડવામાં આવી રહ્યા છે. મેજિસ્ટ્રિયલ તપાસ કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે.
આ ઘટના અંગે મળતી મહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટની જગ્યા પર કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
બુધવારના રોજ ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે આ અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે સ્થળ પર 24 લોકો હાજર હતા, લગભગ પંદર લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે. ઘણા દાઝી ગયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ગત રાત્રે ત્રીજા તબક્કાની વીજળી ડાઉન થઈ ગઈ હતી. ત્રીજો તબક્કો બુધવારની સવારે જોડાયો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ લાગ્યો હતો. કેરટેકરની શોધખોળ માટે કેટલાક સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. જેમાં ઘણા લોકો ઝપટમાં આવી ગયા હતા.
Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval
— ANI (@ANI) July 19, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
