AAPનો આરોપ - CMની ધરપકડ કરીને દિલ્લી સરકારને અસ્થિર કરવા માંગે છે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર દ્વારા ED અને CBIના દુરુપયોગના આક્ષેપ સાથે દિલ્લી વિધાનસભામાં ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર મુખ્યમંત્રીની ધરપકડ કરીને દિલ્લી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્લી સરકારના સંસદીય બાબતોના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યુ કે સ્પીકરને સત્ર બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. રાજ્યપાલ સ્પીકરના કામકાજમાં દખલ કરી રહ્યા છે. વિધાનસભાના સ્પીકરે આ ગૃહને નિયમ હેઠળ બોલાવ્યુ છે.

આ સિવાય તેમણે ઉપરાજ્યપાલે ગૃહ બોલાવવા અંગે મુખ્યમંત્રીને લખેલા પત્રને લીક કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે આ અવગણનાનો મામલો છે. આ બાબતની તપાસ થવી જોઈએ અને દોષિતો સામે પગલાં લેવા જોઈએ.
દિલ્લી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ એલજી પર નિશાન સાધ્યુ છે. તેમના પર આરોપ લગાવ્યો કે તેઓ દિલ્લી સરકારના કામકાજમાં નહીં પરંતુ હવે વિધાનસભાના કામકાજમાં દખલ કરી રહ્યા છે. તે પોતાનુ કામ કરી રહ્યો નથી. તે એક પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
સંજીવ ઝાએ એલજી વતી ગૃહ બોલાવવા પર સવાલ ઉઠાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય સિંહે સોમવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એલજીને વિધાનસભા સત્ર બોલાવવા સામે વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. વિધાનસભાનુ સત્ર ક્યારે બોલાવવામાં આવશે તે વિધાનસભાના સ્પીકર નક્કી કરે છે, એલજી નક્કી કરતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
