કેન્દ્ર સરકારે આગામી તહેવારો માટે જાહેર કરી કોવિડ ગાઇડલાઇન્સ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારના રોજ દેશમાં આગામી તહેવારોની સિઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી માર્ગદર્શિકા જારી કરી છે. એક પ્રેસ બ્રિફિંગમાં કેન્દ્રીય સચિવ (આરોગ્ય) રાજેશ ભૂષણે જણાવ્યું હતું.
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારના રોજ દેશમાં આગામી તહેવારોની સિઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી માર્ગદર્શિકા જારી કરી છે. એક પ્રેસ બ્રિફિંગમાં કેન્દ્રીય સચિવ (આરોગ્ય) રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ 19 ની બીજી લહેર હજૂ સમાપ્ત થઈ નથી અને કેટલાક રાજ્યોમાં સંક્રમણ વધવાના કારણે છૂટછાટ આપવા સામે ચેતવણી આપી છે. આરોગ્ય મંત્રાલયે લોકોને તહેવારોની સિઝન પહેલા સાવચેતી રાખવા જણાવ્યું હતું.

5 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લામાં સામૂહિક મેળાવડા ટાળવા જણાવ્યું
રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, 21 મી સપ્ટેમ્બર, 2021 નાઆરોગ્ય મંત્રાલયના પરિપત્ર સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિગતવાર માનક પ્રક્રિયા (SOP) જાહેર કરવામાં આવી હતી. મંત્રાલયે 5 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લામાં સામૂહિક મેળાવડા ટાળવા જણાવ્યું હતું. તહેવારોની સિઝનમાં લેવાતી સાવચેતીઓ અંગે કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર SOP જાહેર કરવામાં આવી છે.
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત 12મા સપ્તાહમાં નીચે આવ્યો
કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટના આધારે છૂટછાટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, મહત્વનું છે કે આપણે હજૂ પણ કોવિડ વર્તન જાળવી રાખીએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોરોના રસીકરણના વિસ્તરણને ઝડપથી પ્રોત્સાહન આપવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત 12મા સપ્તાહમાં નીચે આવ્યો છે. જે 3 ટકા કરતા ઓછું છે.
18 વર્ષથી મોટી ઉંમરની વસ્તીમાંથી 66 ટકાને કોરોનાની ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે
રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ વધીને 97.8 ટકા થયો છે. કેટલાક રાજ્યોમાં રસીકરણ પર જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે. જેના કારણે 18 વર્ષથી મોટી ઉંમરની વસ્તીમાંથી 66 ટકાને કોરોનાની ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. 23 ટકાને બંને ડોઝ મળ્યા છે.
99 ટકા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 84 ટકાને બીજી ડોઝ મળ્યો છે
સચિવે એ પણ માહિતી આપી કે, લગભગ 62 કરોડ લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, સાડા 21 કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો છે. 99 ટકા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 84 ટકાને બીજી ડોઝ મળ્યો છે. ફ્રન્ટલાઈન કામદારોમાં પ્રથમ ડોઝ 100 ટકા અને 80 ટકા લોકોને બીજી ડોઝ મળ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
