ટૂંક સમયમાં બાળકોને મળશે કોરોના વેક્સિન, કેન્દ્ર સરકારે ઝાયડસ કેડિલાની 1 કરોડ રસીનો આપ્યો ઓર્ડર
ભારતમાં ટૂંક સમયમાં બાળકોને પણ કોરોના વાયરસ સામે રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલા પાસેથી ત્રણ ડોઝની રસી ZyCoV Dના એક કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી : ભારતમાં ટૂંક સમયમાં બાળકોને પણ કોરોના વાયરસ સામે રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલા પાસેથી ત્રણ ડોઝની રસી ZyCoV Dના એક કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે.
સત્તાવાર સૂત્રોએ રવિવારે (07 નવેમ્બર) આ માહિતી આપી હતી. માહિતી અનુસાર ZyCoV D રસી આ મહિને રાષ્ટ્રીય એન્ટી-કોરોનાવાયરસ રસીકરણ અભિયાનમાં શામેલ કરવામાં આવશે.

અહેવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિશ્વના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત DNA આધારિત(રંગસુત્ર આધારિત) કોવિડ જૈબની રજૂઆત માટે પ્રારંભિક કાર્ય શરૂ કરવાની મંજૂરી આપી છે, જે દેશના રસીકરણ અભિયાનના ભાગ રૂપે શરૂઆતમાં પુખ્ત વયના લોકોને આપવામાં આવશે.
ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝની રસી Zycov D એ 12 વર્ષ અને તેથી વધુ વયના લોકોને રોગપ્રતિકારક બનાવવા માટે ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરાયેલી પ્રથમ રસી છે.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ કાર્યક્રમમાં દેશમાં વિકસિત વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોવિડ 19 રસીનો સમાવેશ કરવા માટેના પ્રારંભિક પગલાંને ફ્લેગ ઓફ કર્યું છે. પ્રથમ પુખ્ત વયના લોકોને આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઝાયડસ કેડિલાની રસી 'ZyCoV D'ના એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. તેની કિંમત 358 રૂપિયાની આસપાસ છે.
આમાં 93 રૂપિયાની કિંમતના "જેટ એપ્લીકેટર" ની કિંમત પણ આમાં શામેલ છે. આ રસીનો ડોઝ લોકોને "જેટ એપ્લીકેટર" ની મદદથી જ આપવામાં આવશે.
Zydus Cadila માટે Zycov D રસીના ત્રણેય ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વિકસિત આ વિશ્વની પ્રથમ રસી છે, જે ડીએનએ આધારિત અને સોય મુક્ત ડોઝ છે. Zycov D ને ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા 20 ઓગસ્ટના રોજ મંજૂરી આપવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
