CAA હેઠળ કેન્દ્ર સરકારે 14 લોકોને આપી ભારતીય નાગરિકતા
CAA: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જાહેર કરવામાં આવ્યો છે.

CAAના પહેલા સેટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં પ્રથમ 14 લોકોને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા છે.
આ પ્રસંગે સેક્રેટરી પોસ્ટ્સ, ડાયરેક્ટર (આઈબી), રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ બુધવારના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.
CAA પ્રમાણપત્ર જાહર કર્યા પછી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
કેન્દ્ર સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નિયુક્ત પોર્ટલ દ્વારા 14 લોકોને તેમની અરજીઓની પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ પ્રમાણપત્રો સોંપ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, CAA ડિસેમ્બર 2019માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવા માટે ઘડવામાં આવ્યો હતો. જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હતા. જેમાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.
CAAને કાયદો બન્યા બાદ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી, પરંતુ જે નિયમો હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી, તે નિયમો ચાર વર્ષથી વધુ સમયના વિલંબ પછી આ વર્ષે 11 માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
