ખેડૂતો સામે ઘુંટણીયે સરકાર, ખાતરોના ભાવ નહીં વધારવાનો કેન્દ્રનો નિર્ણય
ખેેડૂત વિરોધી સરકાર હોવાના આરોપ સહન કરી રહેલી બીજેપીની કેન્દ્ર સરકાર હવે ખેડૂતોની નારાજગી ઉઠાવવા માંગતી નથી. છેલ્લા કેટલાક સમયથી ખાતરોના વધી રહેલા ભાવથી ખેડૂતો નારાજ છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે.
કેન્દ્રની બીજેપી સરકારે કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. આ મુદ્દે વાત કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કેબિનેટે નક્કી કર્યુ છે કે આ વર્ષે ખારતના ભાવ નહીં વધારાય.

સમાચારો અનુસાર, કેબિનેટે ખરીફ સિઝન માટે 1.08 લાખ કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સરકાર યુરિયા માટે 70 હજાર કરોડ અને ડાય-એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી માટે 38 હજાર કરોડ રૂપિયા ખર્ચશે.
મનસુખ માંડવિયાએ આગળ જણાવ્યુ કે, ખેડૂતોને સમયસર ખાતર મળે અને આંતરરાષ્ટ્રિય બજારમાં ખાતરના ભાવમાં તફાવતને કારણે બોજ સહન ન કરવો પડે તે સરકાર માટે જરૂરી છે. ગયા વર્ષે સરકારના બજેટમાં ખાતર સબસિડી માટે 2.56 લાખ કરોડનો ખર્ચ કરાયો હતો.
મનસુખ માંડવિયાએ આગળ કહ્યું કે, દેશમાં 325 થી 350 લાખ મેટ્રિક ટન યુરિયા વપરાય છે. 100 થી 125 લાખ મેટ્રિક ટન ડીએપી અને એનપીકેનો ઉપયોગ થાય છે. 50-60 લાખ મેટ્રિક ટન MOP વપરાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે સરકારે સબસિડી વધારી છે અને કિંમતોમાં વધારો કર્યો નથી. હવે સરકારે નિર્ણય કર્યો છે કે ખાતરની કિંમતમાં વધારો નહીં વધારાય.
અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીની સરકાર બન્યા બાદ ખાતરોના ભાવમાં મોટા વધારા કરાયા છે. ખેડૂત આંદોલન અને ભાવ વધારાથી નારાજ ખેડૂતોને મનાવવા માટે બીજેપી સરકાર આ પગલા ભરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
