પાક.ના ગોળીબારમાં BSFના 1 જવાન શહીદ, 2નું મૃત્યુ
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બીએસએફની 173 બટાલિયનના જવાન હેડ કોન્સ્ટેબલ જગપાલ સિંહ શહીદ થયા છે, સાથે જ બે ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું છે અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એમાં 4 આરએસપુરા, 2 સાંબા અને 5 લોકો હીરાનગર સેક્ટરમાં ઘાયલ થયા છે. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે ગોળીબારમાં ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી અને એ પછી તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાથી આવું કરતું આવ્યું છે અને આ વખતે તેને એવો જવાબ આપવામાં આવશે, જેવો તેમણે પહેલા ક્યારેય નહીં જોયો હોય. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારને કારણે સીમા પાસે આવેલ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પણ પાકિસ્તાને આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના એક જવાન હેડ કોન્સ્ટેબલ એ.સુરેશ શહીદ થયા હતા. બીએસએફના ડીજી કેકે શર્માએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અમે પણ સામો જવાબ આપ્યો હતો અને એમાં હંમેશા પાકિસ્તાને ઘણું નુકસાન વેઠવું પડે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
