વાતચીતથી ન માન્યુ ચીન તો LAC પર થશે એક્શનઃ CDS જનરલ રાવત
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) સાથે તણાવ ઘટતો નહિ દેખાય તો પછી મિલિટ્રી એક્શન સંભવ છે. પરંતુ જો બંને દેશો વચ્ચે જારી સેના અને રાજનાયિક વાતચીત નિષ્ફળ રહી ત્યારે આ વિકલ્પને આગળ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ મેથી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવની સ્થિતિ છે અને બંને દેશોની સેનાઓ સામ-સામે છે.

જો ચીનની સેના ન માની તો ફરીથી થશે એક્શન
જનરલ રાવતે કહ્યુ, 'એલએસી પર અતિક્રમણ આના પર બનેલ અલગ અલગ દ્રષ્ટિકોણના કારણે છે. સંરક્ષણ સેવાઓને જવાબદારી આપવામાં આવી છે કે તે આના પર નજર રાખે અને અતિક્રમણને ઘૂસણખોરીમાં બદલવાથી રોકવા માટે સર્વિલાંસને અંજામ આપતી રહે. અત્યાર સુધી સરકાર તરફથી એ કોશિશ કરવામાં આવી રહી છે કે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ગતિવિધિ અને ઘૂસણખોરીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો એલએસી પર યથાસ્થિતિ ચાલુ કરવામાં સફળતા ન મળી તો પછી મિલિટ્રી એક્શન માટે તૈયાર રહેવુ જોઈએ. '
તેમણે આગળ કહ્યુ, 'સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને સંરક્ષણ સુરક્ષા માટે જવાબદાર લોકો તમામ વિકલ્પો પર નજર દોડાવી રહ્યા છે જેથી પીએલએ લદ્દાથમાં યથાસ્થિતિને ચાલુ કરી દે.' સીડીએસ રાવત વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલ ડોકલામ વિવાદ સમયે સેના પ્રમુખ હતા. તેમણે એ વાતનો પણ ઈનકાર કરી દીધો છે કે દેશની સુરક્ષા માટે જવાબદાર એજન્સીઓ વચ્ચે કોઈ પ્રકારના તાલમેલની કોઈ કમી છે. તેમણે કહ્યુ કે ઉત્તર અને પશ્ચિમી સીમા પર ભારતની સીમા રેખા ખૂબ વિશાળ છે અને આ દરમિયાન હિંદ મહાસાગરનુ ક્ષેત્ર પણ છે અને બધાને બરાબર નિરીક્ષણની જરૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
