CCTV: કપલ સાથે થયો સામાન્ય ઝઘડો, પતિએ થપ્પડ મારી, પગ લપસતા ટ્રેક પર પડ્યો, ઑન ધ સ્પૉટ થયુ મોત
Man falls on railway track: હૃદય કંપાવી દે ઘટનામાં મુંબઈના સાયન સ્ટેશન પર એક 26 વર્ષીય વ્યક્તિનું ચાલતી ટ્રેન અને રેલવે પ્લેટફોર્મ વચ્ચે કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. આખી ઘટના રાત્રે લગભગ 9.15ની જણાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
વિવાદ દરમિયાન એક વ્યક્તિએ તેને થપ્પડ મારતાં તે વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર પડી ગયો હતો. દિનેશ નામના વ્યક્તિએ સફેદ શર્ટ અને તે જ રંગનું પેન્ટ પહેર્યું હતું. આ દરમિયાન તેની એક દંપતી સાથે બોલાચાલી થઈ હતી અને શીતલ નામની મહિલા તેને વારંવાર છત્રી વડે મારતી જોવા મળી હતી.

થોડી જ વારમાં મહિલાના પતિ અવિનાશે દિનેશને જોરથી થપ્પડ મારી હતી. જે બાદ દિનેશનો પગ લપસ્યો અને તે ટ્રેક પર પડી ગયો. ત્યારપછી ટ્રેન નજીક આવતાં ચોંકી ઉઠેલા મુસાફરો દિનેશને બચાવવા પ્લેટફોર્મની કિનારી તરફ દોડ્યા હતા. આ દરમિયાન દિનેશે પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ પણ કર્યો હતો.
લોકોએ ટ્રેનને રોકવા માટે બૂમો પણ પાડી હતી. આ દરમિયાન શીતલ પણ ટ્રેનની સામે છત્રી લહેરાવતી જોવા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેને દિનેશ ટ્રેન નીચે કચડાઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે દિનેશ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો અને ટ્રેનની નીચે આવતા પહેલા ઘણી વાર લપસી ગયો હતો. આ દર્દનાક અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે દિનેશ રાઠોડ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) માટે કામ કરતો હતો.
રેલવે પોલીસે આ મામલે શરૂઆતમાં અકસ્માત મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. જોકે, સ્ટેશનના સીસીટીવી ફૂટેજથી પુષ્ટિ થઈ છે કે થપ્પડ માર્યા બાદ દિનેશ પાટા પર પડી ગયો હતો. બાદમાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
