CBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ટ(સીબીએસઈ)ના ધોરણ 12નુ પરિણામ(CBSE 12th Result 2020) ઘોષિત થઈ ગયુ છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ટ(સીબીએસઈ)ના ધોરણ 12નુ પરિણામ(CBSE 12th Result 2020) ઘોષિત થઈ ગયુ છે. જે છાત્રો સીબીએસઈના ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં શામેલ થયા હતા તે બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે છાત્રોએ પોતાનો રોલ નંબર, સ્કૂલ સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઈડીની જરૂર પડશે. આ સમાચારમાં નીચે રિઝલ્ટ ચેક કરવાની સરળ રીત બતાવવામાં આવી છે. છાત્રો તેની મદદ પણ લઈ શકે છે. વળી, સીબીએસઈના એક અધિકારીનુ કહેવુ છે કે બોર્ડ આ વર્ષે મેરિટ લિસ્ટની ઘોષણી નહિ કરે. સીબીએસઈ ધોરણ 12માંનુ રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો -

સીબીએસઈ ધોરણ 12નુ રિઝલ્ટ આવી રીતે કરો ચેક
- સૌથી પહેલા સીબીએસઈની અધિકૃત વેસબાઈટ cbseresults.nic.in પર જાવ.
- હવે અહીં રિઝલ્ટ 2020ની લિંક દેખાશે તેના પર ક્લિક કરી દો.
- ત્યારબાદ એક લૉગઈન પેજ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી આપો.
- પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ માંગવામાં આવેલી બધી માહિતી આપો.
- પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ સ્ક્રીન પર તમારુ રિઝલ્ટ દેખાશે. તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોટ કરી શકશો.
- ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.

કેટલા ટકા છાત્રો થયા પાસ?
આ વખતે કુલ પાસ ટકા 88.78 ટકા છે. સીબીએસઈની આ વર્ષના 12માં ધોરણની પરીક્ષામાં 92.15 ટકા છાત્રોએ અને 86.19 ટકા છાત્ર પાસ થયા છે. આ વર્ષે 16043 છાત્રોપાસ થયા છે. રિઝસ્ટ જોવામાં છાત્રોને મુશ્કેલી આવી રહી છે કારણકે વેબસાઈટ પર વધુ લોડ પડવાના કારણે તે ખુલી નથી રહ્યુ. છાત્રોને સલાહ આપવામાં આવે છે કે થોડી થોડી વારમાં વેબસાઈટ ખોલીને જુએ.

મૂલ્યાંકન કેવી રીતે થયુ?
સીબીએસઈએ 10માં અને 12માં ધોરણનુ રિઝલ્ટ જારી કરવા માટે એક વૈકલ્પિક ગુણ ફોર્મ્યુલા જારી કરી હતી. આ વિશે કહેવામાં આવ્યુ હતુ કે જો કોઈ છાત્રને 3થી વધુ પરીક્ષાઓ આપી હોય, તે તેને બેસ્ટ 3ની સરેરાશ પર બાકી વિષયોમાં ગુણ આપવામાં આવશે. જે છાત્રોએ 3 પેપર આપ્યા છે એમાંએથી જે બે વિષયોમાં સૌથી વધુ ગુણ હશે તેના આધારે સરેરાશ ગુણ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ છાત્રએ એક કે પછી બે વિષયની જ પરીક્ષા આપી હોય તો એવા છાત્રોએ આ વિષયોમાં પ્રદર્શન અને ઈન્ટરનલ પ્રેકટીસ અસેસમેન્ટના ગુણોને ઉમેરીને સરેરાશ ગુણ આપવામાં આવશે.
Central Board of Secondary Education (CBSE) Class 12 exam results announced. Overall Pass Percentage is 88.78%. pic.twitter.com/MKswRe5NpA
— ANI (@ANI) July 13, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
