નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ પરબને CBI કાયરોથી પકડીને લાવી ભારત
ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ શંકર પરબને ભારત લાવવામાં સીબીઆઈને મોટી સફળતા મળી છે.
નવી દિલ્લીઃ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ શંકર પરબને ભારત લાવવામાં સીબીઆઈને મોટી સફળતા મળી છે. સીબીઆઈની ટીમ સુભાષ શંકરને કાયરોથી પકડીને સોમવારે સવારે ભારત લઈને આવી છે. સુભાષને નીરવ મોદીનો જમણો હાથ માનવામાં આવે છે અને તે તેની ફર્મ ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ લિમિટેડ અને ડાયમંડ આર યુએસમાં સીનિયર ડાયરેક્ટરના પદ પર હતો.

આરોપ છે કે બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડીમાં સુભાષની ભૂમિકા ઘણી મહત્વની હતી. જાન્યુઆરી 2018માં એ પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડથી વધુની છેતરપિંડી સામે આવી ત્યારે સુભાષ ભારત છોડીને ભાગી ગયો હતો. એ વખતે મેહુલ ચોક્સી પણ ભારત છોડીને બહાર ભાગી ગયો હતો. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સુભાષ સીધો નીરવ મોદીને રિપોર્ટ કરતો હતો, તેને મુંબઈ લાવવામાં આવ્યો છે, તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેને મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પીએનબી કૌભાંડની તપાસમાં એ વાત સામે આવી છે કે સુભાષ ખુદ વ્યક્તિગત રીતે લેટર ઑફ અંડરટેકિંગ આપતો હતો, તેને નકલી રીતે પીએનબીના અધિકારી ગોકુલનાથ શેટ્ટી સાથે મળીને આ કૌભાંડ કર્યુ હતુ.
તમને જણાવી દઈએ કે પીએનબી બેંક સાથે લગભગલ 14 હજાર કરોડ રુપિયાનુ કૌભાંડ 2018માં સામે આવ્યુ હતુ. આરોપ છે કે નીરવ મોદીએ આ પૈસા અયોગ્ય રીતે ભારતથી બહાર મોકલ્યા. મામલો સામે આવ્યા બાદ નીરવ મોદી દેશમાંથી ભાગી ગયો. 2019માં તેને લંડનથી પકડવામાં આવ્યો અને હાલમાં તે જેલમાં બંધ છે. ભારતીય તપાસ અધિકારીઓ તેને ભારત લાવવા માટે લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં લડી રહ્યા છે. કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા, જેને નીરવ મોદીએ માનસિક આરોગ્ય અને માનવાધિકારોનો હવાલો આપીને પડકાર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
