LS Elections 2019: ઉત્તર પ્રદેશમાં મોદી સેના ગઠબંધનના સ્થાયી જ્ઞાતિ ગઢમાં ભંગાણ કરી શકે
LS Elections 2019: ઉત્તર પ્રદેશમાં મોદી સેના ગઠબંધનના સ્થાયી જ્ઞાતિ ગઢમાં ભંગાણ કરી શકે
ડિસેમ્બર 2006માં ભાજપે પહેલી વખત લખનઉમાં કાઉન્સિલ મિટિંગ બોલાવી હતી, અટલ બિહારી વાજપેયીએ છેલ્લી વખત આ બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહેલ વાણી વચન રાજકીય ભવિષ્ય માટે એક પાઠ સમાન બની ગયું છે. વાજપેયી જીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સૌથી પડકારજનક છે અને આપણે તેનો સામનો કરવો જોઈએ. દિલ્હી જવા માટેનો રસ્તો લખનઉથી થઈને જાય છે. લક નાઉ (Luck Now) નામમાં જ હવે લક એવું આવે છે ત્યારે આપણે આપણા લકનું તાડું ખોલતી ચાવી લખનઉમાં જીતવી પડશે.

અહીંથી અટલ બિહારી વાજપેયી 1991થી સતત 5 વખત લોકસભા સીટ જીત્યા હતા. જો કે 2003માં ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તેમના પાર્ટીના સૌથી વિશ્વસનીય અમિત શાહને યૂપીના નેશનલ જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત ન કર્યા ત્યાં સુધી ભાજપના ચહેરા પર લકે સ્માઈલ નહોતું કર્યું. લોકસભા ચૂંટણી 2014માં ભાજપે યૂપીની 80માંથી 73 સીટ પર જીત હાંસલ કરી હતી અને 282 સીટ સાથે ભાજપે બહુમતીથી લોકસભા ચૂંટણી જીતી લીધી હતી.
2019ની લોકસભાની 6 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર હવે છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ મતદાન થનાર છે, મોદીની આગેવાની વાળી એનડીએ ગવર્નમેન્ટની સત્તામાં વાપસીની અને ભાજપના રસ્તામાં આવતા ઉત્તર પ્રદેશના સીટ શેર વિશે ચર્ચા પ્રચલિત થઈ છે.
લોકસભા ચૂંટણીનું વિગતવાર વિશ્લેષણ, એક ક્લિકમાં મેળવો બધી માહિતી
ભાજપના હરીફોએ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અજીત સિંહની રાષ્ટ્રીય લોક દળ વાળા ગઠબંધનના સંયુક્ત વોટ્સ મુસ્લિમ, યાદવ, દલિત, જાટ ભાજપને દૂર કરશે તેવી આશા સાથે વૈકલ્પિક સરકાર બનવાનો દાવો કરી રહ્યા છે. ઉપરાંત એવા લોકો પણ છે જેઓ કહી રહ્યા છે કે ભાજપને 2014માં આવેલ સીટથી અડધી સીટ પણ નહિ મળે.
મુસ્લિમો ભાજપને હાંકી કાઢવા માટે લગભગ એક સમુદાય તરીકે, વ્યૂહાત્મક રીતે મતદાન કરી રહ્યાં છે. તેઓ અમેઠી અને રાયબરેલી સિવાયની ઉત્તર પ્રદેશની અન્ય સીટો પર એપી-બીએસપી-આરએલડીને સંયુક્ત રીતે મત આપી રહ્યા છે. જણાવી દઈએ કે અમેઠી અને રાયબરેલીમાં સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સામે ગઠબંધને કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી. પરંતુ જો જાટ, યાદવ અને દલિત વોટની વાત કરીએ તો તે વહેંચાયેલા છે. ખાસ કરીને એસપી ઉમેદવારની જગ્યાએ ગઠબંધને બીએસપીના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ત્યાં વહેંચાયેલા વોટ જોવા મળે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ પણ આરએલડી અને ભાજપ વચ્ચે વહેંચાયેલા છે.
આ પણ વાંચો- 5 વર્ષમાં પીએમ મોદીની પહેલી પ્રેસ કોન્ફ્રન્સ, અમિત શાહ પણ હાજર
અહીં નોન યાદવ, ઓબીસી, અને નોન-જાટવ દલિત ભાજપના હાથમાં છે (જાટવ અને ચમાર સમાજ માયાવતીના પક્ષમાં છે) અને યાદવોનો પક્ષ પણ તેમની તરફ છે. રાયબરેલી અને અમેઠી સિવાય બીજે ક્યાંય કોંગ્રેસનું એટલું પ્રભુત્વ નથી અને કોંગ્રેસે પોતાના બ્રહ્મસ્ત્ર તરીકે ચૂંટણી પ્રચારમાં ઉતારેલ પ્રિયંકા ગાંધી પણ અહીં ગ્રાઉન્ડ લેવલે આકર્ષક કામ ન કરી શક્યાં. રાહુલ ગાંધીની ન્યાય અથવા અબ હોગા ન્યાયથી અહીંના અનેક લોકો અજાણ છે અને જેમણે સાંભળ્યું છે તેમને નથી લાગતું કે તેઓ આવી યોજનાઓને લાગુ કરાવી શકે.
ઉત્તર પ્રદેશમાં મતદાનની પસંદગીઓ કૌટુંબિક સભ્યોમાં અલગ છે. પરિવારના વરિષ્ઠો ગઠબંધનને પોતાની પસંદગી બનાવી રહ્યા છે તો યુવાનો તથા મહિલાઓ મોદી પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. જો ઉત્તર પ્રદેશમાં 2014ના આંકડાથી ભાજપની સીટ ઘટીને 10,15,20,25 સીટ ગુમાવી બેસે તો તે આશ્રર્યજનક નહિ હોય. અખિલેશ યાદવ-માયાવતીની બુઆ-બબુઆની જોડી અને જૂનિયર પાર્ટનર અજીત સિંહે ભાજપ માટે ઉત્તર પ્રદેશના ચૂંટણી યુદ્ધને અઘરું બનાવી દીધું છે તેમાં બીજો કોઈ મત નથી.
જો કે ઉત્તર પ્રદેશમાં પાકાં ઘર, દશકાઓ સુધી અંધારામાં રહ્યા બાદ મળેલ વીજળી પ્લાય, ટોઈલેટ, ગેસ સિલિન્ડર, કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000નો હફ્તો, મુદ્રા લોન વગેરે જેવી યોજનાઓના લાભાર્થીઓ ચોક્કસ ભાજપના પક્ષમાં વોટિંગ કરશે તેમાં કોઈ બીજો મત નથી. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપને ઝાટકો લાગશે તેવી આગાહી કરતા પોલસ્ટર્સ અને નિષ્ણાંતોને ચૂંટણીનું રિઝલ્ટ આશ્ચર્ય ચકિત કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
