દંપત્તિ સાથે 2.17 કરોડના ઠગાઈના આરોપમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સહિત 9 વિરુદ્ધ FIR
પૈસાના બદલે નોકરીની લાલચ આપી ભાજપના મહાસચિવે ઠગ્યા 2.17 કરોડ
નવી દિલ્હીઃ તેલંગાણામાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવ વિરુદ્ધ છેતરપિંડીનો મામલો નોંધાયો છે. આરોપ છે કે કુલ 9 લોકોએ દંપત્તિ સાથે 2.17 કરોડ રૂપિયાની ઠગાઈ કરી, જેમાં ભાજપના મહાસચિવનું નામ પણ સામેલ છે. પોલીસે આ બાબતે સીઆરપીસીની સંબંધિત ધારાઓ અંતર્ગત એફઆઈઆર નોંધી છે. આરોપીઓમાં ભાજપના મહાસચિવ ઉપરાંત કૃષ્ણા કિશોર, ઈશ્વર રેડ્ડી, રામચંદ્ર રેડ્ડી, ગજૂલા હનુમંત રાવ, સમા ચંદ્રશેખર રેડ્ડી, બાબા, શ્રીકાંત, પી મુરલીધર રાવ અને જી શ્રીનિવાસનું નામ સામેલ છે. છેતરપિંડીનો આ મામલે 25મી માર્ચે દાખલ થયો.

આ તમામ લોકો વિરુદ્ધ 41 વર્ષીય પ્રવર રેડ્ડીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે નવેમ્બર 2015ના રોજ ઈશ્વર રેડ્ડીએ દંપત્તિનો સંપર્ક કર્યો હતો. રેડ્ડીએ દંપત્તીને કહ્યું કે તેઓ એક વ્યક્તિને જાણે છે જેનું નામ કૃષ્ણ કિશોર છે જે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધ રાવના નજીકના છે. તેઓ ઈચ્છે તો કોઈને પણ સરકારી નોકરી માટે નામાંકિત કરી શકે છે. દંપતિ પૈસા આપી નોકરી મેળવવા માંગતા હતા. જે બાદ બીજી વખત રેડ્ડી જ્યારે ફરિયાદી પાસે પહોંચ્યા તો તેઓ પોતાની સાથે કિશોર અને રામચંદ્ર રેડ્ડીને લઈને પહોંચ્યા હતા.
રેડ્ડીએ આ બંને સાથે ફરિયાદ પાસે પહોંચી તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરવા દબાણ બનાવ્યું. આરોપીએ દંપતિની સામે ઑફર લેટર રાખ્યો, જેના પર રક્ષા મંત્રી નિર્મલા સીતારમણના હસ્તાક્ષ હતા. જેના બદલામાં આ લોકોએ દંપત્તિ પાસેથી 2.17 કરોડ રૂપિયા લીધા અને ભરોસો અપાવ્યો કે તેઓ પ્રવર રેડ્ડીને ફાર્મા એગ્ઝિલના ચેરમેન બનાવશે. પોલીસે જણાવ્યું કે બાદમાં ફરિયાદી જ્યારે ઈશ્વર રેડ્ડી પાસે પહોંચ્યા તો આ લોકોએ કંઈપણ કરવાની ના પાડી દીધી અને તેમને મળવાનો પણ ઈનકાર કરી દીધો. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો- તેજસ્વી સૂર્યા પર મહિલાએ લગાવ્યા ગંદા આરોપ, કોંગ્રેસે કહ્યુ બીજા એમ જે અકબરની તૈયારી?
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
