બિન્ની બંસલની ફરિયાદ પર મહિલા સામે કેસ નોંધાયો, થોડા દિવસ જાંચ પછી બંધ
ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલની ફરિયાદ પર મહિલા સામે અપરાધનો મામલો નોંધી લેવામાં આવ્યો છે.
ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલની ફરિયાદ પર મહિલા સામે અપરાધનો મામલો નોંધી લેવામાં આવ્યો છે. પરંતુ થોડા દિવસની તપાસ પછી કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો. બિન્ની બંસલે તે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી, જેને તેના પર ગંભીર વ્યક્તિગત દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. બિન્ની બંસલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મહિલા તેને ધમકી ભરેલા મેલ મોકલી રહી હતી.

બિન્ની બંસલે કોરમંગલા પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો અનુસાર બિન્ની બંસલે મહિલા સામે બ્લેકમેલ કરવા અને ખોટા આરોપો લગાવવા માટે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ થોડા દિવસની તપાસ પછી આ કેસ બંધ કરી દેવામાં આવ્યો. આ પ્રકારના અપરાધમાં પોલીસ પાસે આરોપી વ્યકતિની ધરપકડ કરવાનો અધિકાર નથી હોતો. તેના માટે વોરંટ અને જાંચ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી લેવી પડે છે.
બિન્ની બંસલે 13 નવેમ્બરે ફિલ્પકાર્ટનાં સીઈઓ પદથી રાજીનામુ આપ્યું હતું. એક મહિલાએ ફિલ્પકાર્ટની પેરન્ટ કંપની વોલમાર્ટ પાસે બિન્ની બંસલની ફરિયાદ કરતા તેના પર ગંભીર વ્યક્તિગત દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી વોલમાર્ટ બંસલ સામે આંતરિક તપાસ ચાલુ કરી. ત્યારપછી બિન્ની બંસલે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેમને કહ્યું હતું કે તેઓ કંપનીના મોટા શેરહોલ્ડર અને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં રહેશે.












Click it and Unblock the Notifications
